ગુરૂપૂર્ણિમા નિમિતે આયોજિત વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપતા ધારાસભ્ય

- text


મોરબી : મોરબી -માળીયા (મીં) ના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ મોરબી અને માળીયા (મીં) વિસ્તારમાં ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે અનેક જેટલા જુદા – જુદા ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. મોરબી તાલુકાનાં વીરપરડા ગામે મહાવીરસિંહ જાડેજા પરિવાર યોજીત માધવાનંદજી બાપુના ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિતિ રહ્યા હતા ત્યારબાદ મોટા દંહિસરા ખાતે જિલ્લા ભાજપ મહામંત્રી બાબુભાઇ હુંબલ અને માળીયા (મીં) તાલુકા ભાજપ પ્રમુખ મણિભાઈ સરડવા અને તાલુકા મહામંત્રી મનીષભાઈ કાંજીયા સાથે ૫ મી ઓગષ્ટના ખેડૂતલક્ષી કાર્યક્રમો અંગે ચર્ચા કરી હતી.

વવાણિયા ખાતેમાં રામબાઈ માંના મંદિરે તેમજ શ્રીમદ રાજચંદ્રના જન્મભૂમિ સ્થળે જીલ્લા ભાજપ મહામંત્રી જયુભા જાડેજા સાથે મહંત જગ્ગનાથ બાપુનું સન્માન કર્યું હતું. માં રામબાઈની જગ્યામાં મોરબી – માળીયા (મીં) ના આહીર સમાજના ચૂંટાયેલા તાલુકા પંચાયતના સભ્યોનું ધારાસભ્ય બ્રિજેશ મેરજાના હસ્તે સન્માન કરાયું હતું. વવાણિયાના ભંડારી દાદાના મંદિરે યુવક અગ્રણી સંજયભાઈ આદ્રોજાના ધ્વજારોહણના ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહી મહંત લાભશંકરજીનું સન્માન કર્યું હતું.

સરપંચ અશ્વિનસિંહજી પરમાર તેમજ લક્ષ્મીવાસના સરપંચ જયદીપભાઈ સંઘાણી ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ ખોખરા હનુમાનજીના મંદિરે શ્રી કંકેશ્વરી દેવીનું સન્માન કર્યું હતું. આ તકે ભરતનગર સહકારી મંડળીના પ્રમુખ નવીનભાઈ ફેફર તેમજ કેન્દ્રિય પૂર્વ મંત્રી વિજય વર્ગીસ પણ ઉપસ્થિત રહ્યા હતા. રામધન આશ્રમે મહંત ભાવેશ્વરી બહેનનું પણ ગુરુ પૂર્ણિમા નિમિતે સન્માન કર્યું હતું. મોરબીના સામા કાંઠે વિધ્યુત નગર પાસે કોળી ઠાકોર સમાજના પ્રેરક સંત વેલનાથજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને યજ્ઞમાં અગ્રણી સુરેશભાઈ શીરોહિયા અને મનુભાઈ ઉપાશરિયા સાથે જોડાયા હતા.

- text

શનાળા રોડ ઉપર આવેલ ઉમિયા આશ્રમમાં મહંત નિરંજન બાપુનું પણ ધારાસભ્યશ્રીએ સાલ ઓઢાળી સન્માન કર્યું હતું. મોરબી ના શ્રીજી હોલમાં સહકારી અગ્રણી મગનભાઈ વડાવીયના પ્રમુખ સ્થાને અને પૂર્વ પંચાયત મંત્રી જયંતિભાઈ કવાડીયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ મોરબી તાલુકા સહકારી ખરીદ વેંચાણ સંઘ અને મોરબી -માળીયા (મીં) કો ઓપેરેટિવે પ્રોસેસિંગ સોસાયટીના કાર્યક્રમમાં ધારાસભ્ય બ્રિજેશ મેરજા ખાસ ઉપસ્થિત રહી સહકારી પ્રવૃતિ એ ખેડૂતોની આર્થિક ઉનન્તિ માટેનો રામબાણ ઈલાજ હોવાનું જણાવ્યુ હતું.


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text