સિરામિક ઉદ્યોગો માટે સુવર્ણ અવસર : જાપાન બાદ રોમાનિયામાં યોજાશે CBISનો રોડ શો

 


બુકારેસ્ટમાં સિરામિક ટાઇલ્સ અને સેનિટરી વેર ઉત્પાદકો માટે 23 જુલાઈ 2024એ B2B રોડ શો નું ધમાકેદાર આયોજન : મર્યાદિત સીટ હોય, વહેલા તે પહેલાના ધોરણે બુકીંગ શરૂ


મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : સિરામિક અને બાથ ઇન્ડસ્ટ્રી શો (CBIS) દ્વારા  સિરામિક ઉદ્યોગોને ઇન્ટરનેશનલ માર્કેટમાં પહોંચવાની સુવર્ણ તક.  જાપાનનો રોડ શો જે 11 જૂન 2024 ના યોજાનાર છે તે લગભગ બુક થઈ ગયો છે. એટલે હવે રોમાનિયાના રોડ શોનું બુકીંગ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. લિમિટેડ સિરામિક ઉદ્યોગકારોને જ લઈ જવાના હોય, આજે જ રજિસ્ટ્રેશન કરાવો.

સિરામિક અને બાથ ઇન્ડસ્ટ્રી શો (CBIS) દ્વારા સિરામિક અને સેનેટરી વેર પ્રોડક્ટ માટે અવનવા શો યોજવામાં આવે છે. અગાઉ દુબઇ, પોલેન્ડ અને જોર્ડનમાં રોડ શોના સફળ આયોજન કરાયા બાદ 11 જૂન 2024ના જાપાન મા  અને  રોમાનિયા મા  23 જુલાઈ 2024  ના રોડ શો યોજાનાર છે.

રોમાનિયાના બુકારેસ્ટ શહેરમાં 23 જુલાઈ 2024ના રોજ ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબીના સિરામિક ઉદ્યોગો માટે વિશેષ સવલતો સાથે ઇન્ટરનેશનલ વેપાર વધે તેવા પ્રયાસો કરવામાં આવશે.  અહીં અનેક બાયર્સ સાથે વન ઓન વન મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. રોમાનિયાની માર્કેટમાં પ્રવેશ કરવાની મોરબીના સિરામિક ઉદ્યોગો માટે મોટો અવસર આવી રહ્યો છે.

પૂર્વ યુરોપના કેન્દ્રમાં સ્થિત, રોમાનિયા સિરામિક ઉદ્યોગમાં વૃદ્ધિ માટે ઉત્તમ તકો પ્રદાન કરે છે. સમૃદ્ધ ઉત્પાદન ક્ષેત્ર અને ઉચ્ચ-ગુણવત્તાવાળા સિરામિક ઉત્પાદનોની વધતી માંગ સાથે, રોમાનિયા સૌને આવકારે  છે. વધુમાં, પૂર્વીય અને મધ્ય યુરોપીયન બજારોના પ્રવેશદ્વાર તરીકે તેનું વ્યૂહાત્મક સ્થાન અનંત શક્યતાઓથી ભરેલું છે.

આ બીટુબી રોડશોમાં ભાગ લઈને, મોરબીના સિરામિક ઉદ્યોગકારો રોમાનિયાના ખરીદદારોને મળી શકશે સાથે કેટલોગ અને ઉત્પાદનોનું પ્રદર્શન કરી શકશે. વ્યૂહાત્મક જોડાણો બનાવી શકશે અને વ્યવસાયને સફળતાની નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે આ બજારને ટેપ કરી શકશે.


પેકેજ સમાવિષ્ટ કરે છે :

એક વ્યક્તિ માટે રીટર્ન ટિકિટ (મુંબઈથી બુકારેસ્ટ અને રીટર્ન)

● નાસ્તા સહિત બે રાત/ત્રણ દિવસની વૈભવી 5-સ્ટાર હોટેલ આવાસ (સિંગલ ઓક્યુપન્સી)

● કંપની દીઠ એક પ્રતિનિધિ માટે B2B સહભાગિતા

● મુખ્ય ખરીદદારો સાથે વિશિષ્ટ વન ટુ વન મીટિંગ્સ

● સંભવિત ખરીદદારો સાથે નેટવર્કિંગ લંચ


આજે જ તમારી સીટ બુક કરો અને તકથી ભરેલી માર્કેટમાં પ્રવેશી બિઝનેસને નવી ઊંચાઈ આપો


WWW.CBISEXPO.COM
વધુ વિગત માટે સંપર્ક કરો:
સોનિયા મોદી
મો.નં.9167702232
મો.નં.9167702246