4 મેનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

- text


મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 4 મે, 2024 છે. આજે આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ ચૈત્ર, પક્ષ વદ, તિથિ અગિયારસ, વાર શનિ છે. આજે વરૂથિની એકાદશી છે. ત્યારે આપણે ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે જાણીએ.

મહત્વપૂર્ણ ઘટનાઓ

1494 – કોલંબસે (Christopher Columbus) જમૈકા (Jamaica)માં ઉતરાણ કર્યું.
1799 – ચોથું એંગ્લો – મૈસૂર યુદ્ધ: શ્રીરંગપટ્ટનમની (Seringapatam) લડાઇ: ટીપુ સુલ્તાન (Tipu Sultan), બ્રિટિશ લશ્કરનાં હાથે મરાયો અને શ્રીરંગપટ્ટનમનો ઘેરો સમાપ્ત થયો.

1904 – અમેરિકા દ્વારા પનામા નહેર (Panama Canal)નું બાંધકામ શરૂ થયું.
1953 – અંગ્રેજી ભાષાના સાહિત્યકાર અર્નેસ્ટ હેમિંગ્વે (Ernest Hemingway)ને તેમનાં પુસ્તક “ધ ઓલ્ડમેન એન્ડ ધ સી” માટે પુલિત્ઝર પ્રાઇઝ (Pulitzer Prize) અપાયું.
1959 – પ્રથમ વાર્ષિક ગ્રેમી પુરસ્કાર સમારોહ યોજવામાં આવ્યો.
1979 – ‘માર્ગારેટ થેચર’, યુનાઇટેડ કિંગડમનાં પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા.
1980 – માર્શલ ટીટોનું યુગોસ્લાવિયામાં અવસાન થયું.
1990 – લાટવિયાએ સોવિયેત યુનિયનથી સ્વતંત્રતાની ઘોષણા કરી.
1994 – કૈરોમાં ઇઝરાયેલ અને પેલેસ્ટિનિયન નેતાઓ દ્વારા પેલેસ્ટિનિયન સ્વાયત્તતા સંબંધિત ઐતિહાસિક કરાર પર હસ્તાક્ષર થયા.
1999 – ભૂગર્ભ લેન્ડમાઇન્સના ઉત્પાદન પર પ્રતિબંધ મૂકવા માટે ઓટ્ટાવા સંધિના તમામ હસ્તાક્ષરકર્તા દેશોની પ્રથમ બેઠક માપુટો (મોઝામ્બિક) માં શરૂ થઈ.

2003 – મેક્સિકોના અન્ના ગુવેરાએ ગ્રાન્ડ પ્રિકસની 300 મીટરની દોડ 35.30 સેકન્ડમાં પુરી કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.
2007 – બેંગકોકમાં ગ્લોબલ વોર્મિંગ પર બેઠક યોજાઈ.
2008 – જાહેર ક્ષેત્રની કંપની ‘સેલ’ એ ઇન્ડિયન ઇસ્પાત જોડાણથી પોતાને અલગ કરી. મ્યાનમારની રાજધાની રંગૂન અને આસપાસના વિસ્તારોમાં ત્રાટકેલા તીવ્ર ચક્રવાતી તોફાન નરગીસને કારણે ભારે વિનાશ સર્જાયો હતો. લોકપ્રિય પોર્ટલ ‘યાહૂ’ને ખરીદવાનો પ્રયાસ કરી રહેલી માઈક્રોસોફ્ટ કોર્પોરેશને તેની ઓફર પાછી ખેંચી લીધી છે.

- text

પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ

1006 – ખ્વાજા અબ્દુલ્લા અન્સારી, પર્શિયન રહસ્યવાદી અને કવિ (અ. ૧૦૮૮)
1649 – બુંદેલખંડ કેસરી તરીકે જાણીતા મહારાજા છત્રસાલ (Maharaja Chhatrasal) (અ. ૧૭૩૧)
1767 – સંત ત્યાગરાજ, ભક્તિમાર્ગી કવિ અને કર્ણાટક સંગીતના મહાન સંગીતજ્ઞ. (અ. ૧૮૪૭)

1900 – નિત્યાનંદ કાનૂનગો – એક ભારતીય રાજકારણી હતા જેઓ ઓરિસ્સા રાજ્યના હતા.
1902 – કે.કે. સી. રેડ્ડી – કર્ણાટકના પ્રથમ મુખ્યમંત્રી અને મધ્યપ્રદેશના ભૂતપૂર્વ રાજ્યપાલ.
1905 – અન્ના ચાંડી – ભારતની પ્રથમ મહિલા ન્યાયાધીશ હતી.
1935 – દલીપ કૌર તિવાના – પંજાબી ભાષાના પ્રતિષ્ઠિત, જાણીતા પીઢ લેખક હતા.

પ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ

1799 – ટીપુ સુલતાન, મૈસુર રાજ્યના શાસક (જ. ૧૭૫૦)
1932 – રામદેની સિંહ – બિહારના પ્રથમ સ્વતંત્રતા સેનાની હતા જેમને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી.
1957 – હેમચંદ્ર રાયચૌધરી – ભારતીય ઇતિહાસકાર.
1991 – ચંદ્રવદન મહેતા, ગુજરાતી સાહિત્યકાર. (જ.૧૯૦૧)
2008 – પંડિત કિશન મહારાજ – પ્રસિદ્ધ તબલાવાદક હતા.

(અહીં આપેલી વિગતોનું સંકલન ઇન્ટરનેટ પરથી પ્રાપ્ત વિગતો અનુસાર કરેલું છે.)

- text