મોરબીના ભડિયાદ અને ત્રાજપરમાં મોડી રાત્રે પાણી વિતરણ થયા લોકોને હાલાકી

- text


મોરબી : મોરબીમાં મચ્છુ 2 ડેમ રીપેરીંગ માટે ખાલી કરતા પાણીની પળોજણ શરૂ થઈ છે. ગઈકાલે રાત્રે રવાપર ગામના લોકોએ સરપંચના ઘરે હલ્લો બોલાવ્યાની ઘટના તાજી જ છે ત્યાં છેલ્લા 3 દિવસથી મોરબીના ભડિયાદ અને ત્રાજપર વિસ્તારમાં મોડી રાત્રે 1.30 વાગ્યે પાણી વિતરણ કરવામાં આવતા લોકોને ઉજાગર કરવા પડી રહ્યા છે. એક બાજુ મોટાભાગના લોકો દિવસે મજૂરી કરવા જાય છે અને રાત્રે પાણી માટે રાત ઉજાગરા કરવા પડી રહ્યા છે, આ સંજોગોમાં પાણી વિતરણની જવાબદારી સાંભળતા કોન્ટ્રાકટરના કર્મચારીએ કહ્યું હતું કે, તમારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરજો પણ પાણી તો રાત્રે જ આવશે.

મોરબીના ભડિયાદના ઓજી વિસ્તાર અને ત્રાજપરમાં છેલ્લા 3 દિવસથી મોડી રાતના પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. અને રાત્રે પણ સમયના કોઈ નેઠા ન હોવાથી ક્યારેક 12 વાગ્યે તો ક્યારેક 1.30 વાગ્યે પાણી વિતરણ થાય છે. ઘણા વિસ્તારમાં પાણી પહોંચે છે અને અમુક વિસ્તારમાં પાણી પહોંચતું નથી એટલે આખો દિવસ મજૂરી કર્યા બાદ સાંજે પાણી માટે દર દર ભટકવું પડે છે અને ડંકીઓ પણ વર્ષો જૂની હોવાથી ખરાબ થઈ ગઈ છે અને એમાં પણ પૂરું પાણી ન આવતા લોકોને હાલાકી પડી રહી છે અને ડંકીએ પાણી માટે માથાકુટું શરૂ થઈ છે. આવી જ પરિસ્થિતિ ત્રાજપર ગામમાં પણ શરૂ થઈ છે ત્યાંના પૂર્વ સરપંચ અશોકભાઈ વરાણીયાએ જણાવ્યું હતું કે અહીં પણ ક્યારેક મોડી રાત્રે તો ક્યારેક દિવસના પાણી આવે છે. અને અહીં પણ મોટાભાગના મજૂરી કરતા લોકો હોવાથી પાણી માટે લોકોને દર દર ભટકવું પડે છે.

- text

બીજી તરફ મોરબી નજરબાગ સંપમાંથી પાણી વિતરણ કરતા કર્મચારીએ પહેલા કહ્યું કે ઉપરથી સાહેબ કહે ત્યારે વિતરણ કરીએ છીએ, જો કે, પાણી પુરવઠા બોર્ડના અધિકારી મોદી સાથે આ અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે હાલ ગાળા પાસેની નર્મદા લાઇન માંથી પાણી વિતરણ કરવામાં આવવા છે જેમાં એક દિવસ નજરબાગ સંપ અને એક દિવસ રવાપરમાં વિતરણ કરીએ છીએ. હવે ત્યાં પાણી વિતરણ કરનાર કર્મચારીએ નક્કી કરવાનું છે કે પાણી ક્યારે આપવું માટે તેને પૂછી લ્યો આમ બંને એકબીજા પર ખો આપી રહ્યા છે. સાથે જ પાલિકાના કર્મચારીએ કહ્યું કે પાણી આ રીતે જ વિતરણ થશે તમારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી લેજો.

- text