મોરબીમાં SPની અધ્યક્ષતામાં સુરક્ષા દળો અને પોલીસની ફ્લેગ માર્ચ

- text


મોરબી : મોરબીમાં ચૂંટણીને પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે સંદર્ભે જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં આજે સુરક્ષા દળો અને પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી.

આ વેળાએ જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ જણાવ્યું કે ચૂંટણીને અનુસંધાને અનેક વિસ્તારોમાં ફ્લેગમાર્ચ યોજવામાં આવી છે. વધુમાં છેલ્લા દોઢ મહિનાથી ચૂંટણીને પગલે પ્રિવેન્ટિવ કાર્યવાહીમાં અટકાયતી પગલાં, ગેરકાયદેસર હથિયાર, નાસ્તા ફરતા આરોપીઓ પકડવાની કાર્યવાહી કરવામાં આવી હતી. ચૂંટણીમાં શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે અને કોઈ વિક્ષેપ ન પડે તે માટે તંત્ર સજ્જ છે. વધુમાં તા.7ના રોજ દરેક મતદાતાઓ મતદાન કરે તેવી અપીલ છે.

- text

- text