આજે વરુથિની એકાદશી : રાજાએ પૂર્વજન્મના પાપની પીડામાંથી મુક્તિ મેળવવા આ વ્રત કર્યું.. જાણો, વ્રત કથા..

- text


મોરબી : ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે ચૈત્ર માસની સુદ પક્ષની એકાદશી તિથિ છે. શાસ્ત્રોમાં આ અગિયારસને વરુથિની એકાદશી કહેવામાં આવે છે. હિન્દુ ધર્મમાં ભગવાન વિષ્ણુને જગતના પાલનહાર માનવામાં આવે છે. ભગવાન શ્રી હરિની આરાધના માટે તમામ અગિયારસને શુભ અને ફળદાયી માનવામાં આવે છે. આજે પુષ્ટિ માર્ગના સ્થાપક શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીનો પ્રાગટ્ય દિવસ છે.

વરુથિની એકાદશી વર્ષની ૨૪ એકાદશીમાંથી એક છે. આ એકાદશી વૈશાખ માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશી છે. તેને વરુથિની એકાદશી કહેવામાં આવે છે. જે રીતે તમામ એકાદશીમાં વિષ્ણુ ભગવાનની આરાધના અને પૂજા કરવામાં આવે છે. તેવી જ રીતે આ વરુથિની એકાદશી પણ ભગવાન વિષ્ણુને સમર્પિત છે.


વરૂથિની એકાદશી વ્રત કથા

પ્રાચીન સમયમાં નર્મદા નદીના કિનારે માન્ધાતા નામનો રાજા રહેતો હતો. રાજા એકવાર તપસ્યામાં લીન હતો, ત્યારે એક રીંછે તેનો પગ ખાઇ લીધો અને રાજાને જંગલ તરફ ખેંચીને લઇ ગયો. આ સમયે રાજાએ વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરી. વિષ્ણુ ભગવાને પોતાના ચક્રથી રીંછને મારી નાખ્યો. રીંછ રાજાનો પગ ખાઇ ગયો હતો.

- text

રાજાને દુઃખી જોઇને વિષ્ણુ ભગવાને કહ્યું, આ તારા પૂર્વજન્મના પાપ છે, જેની સજા તારે આ જન્મમાં ભોગવવી પડી રહી છે. રાજાએ આ પીડામાંથી મુક્તિ મેળવવા માટે વિષ્ણુજીને ઉપાય પૂછ્યો. વિષ્ણુજીએ કહ્યું, રાજન, તારે મારા વરાહ અવતાર મૂર્તિની પૂજા અને વરૂથિની એકાદશીનું વ્રત કરવું. તેનાથી તારા પાપ દૂર થશે અને વ્રતના પ્રભાવથી ફરી તને તારા અંગ પાછા મળી જશે. ત્યારબાદ રાજાએ વરૂથિની એકાદશીનું વ્રત ધારણ કર્યું ત્યારે તેમનો પગ ફરીથી સાજો થઇ ગયો.


- text