મોરબીમાં પાનેતર પહેરીને ખુશાલીબેન પહોંચ્યા પરીક્ષા દેવા

- text


સંસારની પરીક્ષા પહેલા ભણતરની પરીક્ષા ! લગ્નના દિવસે જ આપી M. Com.ની પરીક્ષા

મોરબી : મોરબીની પી. જી. પટેલ કોલેજમાં અભ્યાસ કરતા ખુશાલી ચાવડા કે જેઓના આજે લગ્ન હતા અને સાથે સાથે એમ. કોમ. સેમ – 4 ની પરીક્ષા પણ હતી ત્યારે આવી સ્થિતિ વચ્ચે તેઓ પાનેતર પહેરીને પરીક્ષા દેવા પહોંચ્યા હતા અને તમામ લોકોની આંખો ચોંકી ઉઠી હતી.

- text

સંસારની પરીક્ષા પહેલા ભણતરની પરીક્ષા આપનાર ખુશાલીબેન આ તકે, જણાવ્યું કે આવી સ્થિતિ વચ્ચે પરીક્ષા આપવા માટે આવવું થોડું મુશ્કેલ હતું પણ પરિવારનો સાથ હતો એટલે શક્ય બન્યું અને આ સાથે બીજા વાલીને વિનંતી કરતા કહ્યું કે દીકરીઓને શિક્ષણ માટે પૂરતો સાથ આપે. આમ ખુશાલીબેન તમામ વિદ્યાર્થી માટે પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું હતું

- text