7 મેની હાપા-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ 10 કલાક મોડી ઉપડશે

- text


મોરબી : પેરિંગ રેક મોડી આવવાને લીધે, 7 મે, 2024 ના રોજ હાપાથી ઉપડનારી ટ્રેન નંબર 12475 હાપા-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ ટ્રેનને રીશેડ્યુલ કરવામાં આવી છે. આ ટ્રેન હાપા થી 7 મે, 2024 ના રોજ તેના નિર્ધારિત સમય સવારે 08.30ને બદલે 10 કલાક મોડી એટલે કે સાંજે 18.30 કલાકે ઉપડશે. રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેન ના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

- text

 

- text