વિરપર શાળાના વિદ્યાર્થીએ જન્મદિવસે પાણીના કુંડાનું વિતરણ કર્યું

- text


મોરબી : વિરપરની નાલંદા વિદ્યાલયમાં અભ્યાસ કરતા હર્ષ ચંદારાણાએ પોતાના જન્મદિવસે શાળામાં સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રોને પોતાના જન્મદિવસ નિમિત્તે ચકલીના પાણીના કુંડાનું વિતરણ કર્યું હતું.

હર્ષ ચંદારાણાએ પોતાના જન્મદિવસે ખોટા ખર્ચાઓ કરવાને બદલે સેવાકીય કાર્ય કરવાનું નક્કી કર્યું હતું અને સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રોને ચકલી માટે પાણીના કુંડાનું વિતરણ કરીને પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી. સાથે જ તમામ વિદ્યાર્થીઓને પણ તેઓના જન્મદિવસે પુણ્યનું કામ કરવાનું કહ્યું હતું. આ કાર્યમાં હર્ષના ભાઈ મિહિર ચંદારાણા, શાળાના આચાર્ય, શિક્ષકો અને સ્ટાફે પણ ખૂબ જ સહકાર આપ્યો હતો.

- text

- text