મૂળ મોરબીના પ્રિતેશભાઈ લોકશાહીનું પર્વ ઉજવવા છેક અમેરિકાથી વતન આવ્યા

- text


સતત વ્યસ્તતા ભરી નોકરી વચ્ચે ખાસ મતદાન કરવા માટે એક અઠવાડિયાની રજા લીધી

મોરબી : મતદાન મથક વોકિંગ ડિસ્ટન્સમાં હોવા છતા પણ મતદાન ન કરનારા લોકો માટે મૂળ મોરબીના અને હાલ અમેરિકામાં રહેતા પ્રિતેશભાઈએ પ્રેરણારૂપ દાખલો પૂરો પાડ્યો છે. તેઓ નોકરીમાં રજા મૂકીને લોકશાહીનું પર્વ ઉજવવા ખાસ પોતાના વતન આવ્યા છે.

મૂળ મોરબીના પ્રિતેશભાઈ ચંદારાણા છેલ્લા 22 વર્ષથી અમેરિકાના ટેક્સાસ સ્ટેટમાં આવેલ હ્યુસ્ટન ખાતે રહે છે. તેઓ હાલ પેટ્રોલિયમ એનેલાઈઝર કંપનીમાં જોબ કરે છે. વ્યસ્તતા ભરી નોકરી વચ્ચે પણ તેઓ ખાસ એક અઠવાડિયાની રજા મૂકી મતદાન કરવા માટે પોતાના વતન મોરબી આવ્યા છે.

- text

પ્રિતેશભાઈ ચંદારાણાએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યુ છે કે આપણને નાનપણથી એવું શીખવવામાં આવ્યું છે કે મતદાન એ આપણો અધિકાર છે. પણ મતદાન આપણો અધિકાર નહિ ફરજ છે. આપણો દેશ લોકશાહીમાં જીવી રહ્યો છે જે ખૂબ મોટી વાત છે. લોકશાહીમાં એક વોટની કિંમત અમૂલ્ય છે. તો ચૂંટણીમાં વોટ આપવાનું ક્યારેય ચૂકવું ન જોઈએ. અંતમાં તેઓએ આવતીકાલે તમામ મોરબીવાસીઓને અવશ્યપણે મતદાન કરવાની અપીલ કરી છે.

- text