Morbi: મોરબીજનો મોજથી કરજો મતદાન: કાલે મોરબીમાં હિટવેવની આગાહી નથી 

- text


Morbi: આવતી કાલે એટલે કે મંગળવારે સમગ્ર ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન યોજાશે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતનાં ઘણા ભાગોમાં આકરી ગરમીથી લોકો શેકાઇ રહ્યા છે એટલે રાજકીય પક્ષોની ચિંતા વધી છે અને લોકોને અપીલ કરી રહ્યા છે કે, ગરમીથી બચવા માટે સવારમાં વહેલા જ મતદાન મથકે જઇને મતદાન કરી આવો.

ભારતીય હવામાન વિભાગનાં આજનાં આકંડાઓ મુજબ, આજે સૌથી વધારે ગરમી ભાવનગર અને અમરેલીમાં પડી હતી. આ બંને જિલ્લાઓમાં 41 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયુ હતુ. ગુજરાતનાં અન્ય જિલ્લાઓમાં વડોદરામાં 40 ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયુ હતુ.

- text

ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આવતીકાલે (મંગળવારે), સૌરાષ્ટ્રમાં પોરબંદર અને ભાવનગર જિલ્લામાં હિટવેવ રહેશે એટલે કે આકરી ગરમી પડશે. ખાસ કરીને કેન્દ્ર સાશિત પ્રદેશ દિવમાં હિટવેવ પડશે એટલે કે ત્યાં પણ આકરી ગરમીથી લોકો શેકાશે.

આ સિવાય મોરબી સહિત સૌરાષ્ટ્રમાં અન્ય જિલ્લામાં હિટવેવની આગાહી નથી. આમ છતાં, લોકોને લૂથી બચવા જરૂરી પગલા લેવા તેમ સૂચન કરવામાં આવ્યું છે. બાળકો, રોગિષ્ટ અને વૃદ્ધોએ ખાસ કાળજી લેવી તેવો અનુરોધ કરવામાં આવ્યો છે.

- text