મોરબીવાસીઓ પોતાનું કર્તવ્ય ચૂકતા નહિ, મતદાન કરવા મોરબી અપડેટની હાંકલ

- text


તમામ લોકો લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર ભાગ લઇ મતદાનની ફરજ નિભાવે તેવી અપીલ

મોરબી : વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશમાં ચૂંટણીનું મહાપર્વ છે ત્યારે દરેક લોકો મતદાન કરીને આ મહાપર્વમાં સહભાગી બને અને નાગરિક તરીકેની ફરજ બજાવે તેવી મોરબી અપડેટ અપીલ કરે છે.

વિશ્વના સૌથી મોટા લોકતંત્રમાં હજુ પણ અનેક મતદારો મારે શું ? હું મતદાન કરું કે ન કરું કોઈપણ પક્ષની સરકાર તો બનવાની જ છે તેવી માન્યતામાં રાખી મતદાનથી અળગા રહે છે, જો કે પોતાને અથવા પોતાના શહેરને સમસ્યા આવે ત્યારે આ જ મતદાર સોશિયલ મીડિયામાં બરાડા પાડતો હોય છે ત્યારે ચૂંટણી સમયે જો જાગૃત બની જનતાની સાચી સેવા કરી શકે તેવા નેતાને પસંદ કરે તો ખરેખર લોક કલ્યાણ થઈ શકે છે. ઘણી વખત ચૂંટણી લડતા ઉમેદવારોની હારજીત માટે એક એક મતની કિંમત હોય છે

ત્યારે મોરબી અપડેટ અપીલ કરે છે કે આવતીકાલે સવારે 7 થી સાંજે 6 સુધી મતદારો પોતાના મતદાન કેન્દ્ર પર પહોંચી અચુક મતદાન કરે અને દેશના જવાબદાર નાગરિક તરીકેની જવાબદારી નિભાવે અને લોકશાહીને મજુબત કરે. લોકશાહીના અવસરને ઉત્સાહપૂર્વક ઉજવવા માટે ખાસ કરીને જિલ્લાની મહિલા મતદારોને ઘરના મોભી તરીકેની જવાબદારી ઉપાડી સ્વયં મતદાન કરવા અને તેમના પરિવારજનોને પણ મતદાન કરાવી મોરબી જિલ્લાનો મતદાન આંક ઊંચો લઈ જવામાં સૌએ સહભાગી બનવું જોઇએ.

- text

પાંચ વર્ષે ફક્ત ને ફક્ત એક જ વખત લોકસેવકને ચૂંટવાનો મોકો મળતો હોય લોકશાહીના આ મહાપર્વમાં વધુને વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીને મજબુત બનાવવામાં સહભાગી થાય તેવી અપીલ મોરબી અપડેટ દ્વારા સમગ્ર જિલ્લાના તમામ નાગરીકોને અપીલ કરવામાં આવી છે.

ચૂંટણી કાર્ડ હાથવગું ન હોય તો આ 12 પુરાવાથી પણ મતદાન કરી શકાશે 

(૧)  આધાર કાર્ડ
(૨)  મનરેગા હેઠળ આપવામાં આવતા જોબ કાર્ડ
(૩)  બેન્ક/પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક
(૪)  શ્રમ મંત્રાલયની યોજના અન્વયે આપવામાં આવેલ હેલ્થ ઈન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ
(૫)  ડ્રાઈવીંગ લાયસન્સ
(૬)  પાનકાર્ડ
(૭)  એનપીઆર (નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર) અન્વયે આરજીઆઈ દ્રારા આપવામાં  આવતા સ્માર્ટ કાર્ડ
(૮)  ભારતીય પાસપોર્ટ
(૯)  ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોકટ્યુમેન્ટ
(૧૦)  કેન્દ્ર/રાજય સરકાર/જાહેર ક્ષેત્ર ઉપકમો/જાહેર લિમિટેડ કંપનીઓને કર્મચારીઓને ઈસ્યુ  કરેલા  ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખ૫ત્રો
(૧૧)  સંસદ સભ્યો/ધારાસભ્યો/વિધાન પરિષદના સભ્યોને ઈસ્યુ કરેલા સરકારી ઓળખપત્રો
(૧૨)  અન્ય વિકલાંગતા આઇડી (યુડીઆઇડી) કાર્ડ

- text