મોરબીની માધાપરવાડી શાળામાં દિક્ષાંત સમારોહ યોજાયો

- text


મોરબી : મોરબી શહેરની માધાપરવાડી શાળામાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ધો.8 નો વિદાય સમારંભ યોજાયો હતો. આ સમારોહમાં ધો.6 થી 8 ની બાળાઓએ દેશભક્તિ, રાષ્ટ્રભકતિ,રાષ્ટ્રસેવા, દેશની એકતા અને અખંડિતતા દર્શાવતા સુંદર કાર્યક્રમો સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા.

બાળક જીવનનો સૌથી વધુ આઠ વર્ષનો સમય પ્રાથમિક શાળામાં જ વિતાવે છે. અને વિદ્યાર્થીઓના જીવનમાં પ્રાથમિક શાળા અને પ્રાથમિક શિક્ષકોની છાપ અમીટ હોય છે. ત્યારે વિદ્યાર્થીઓના મન મસ્તિષ્કમાં પ્રાથમિક શાળાની યાદો ચિરંજીવ રહે એવા ઉમદા હેતુ સાથે પીએમ માધાપરવાડી કન્યા શાળામાં ધો.8 ની અઠ્ઠાવન બાળાઓનો દિક્ષાંત સમારોહ, વિદાય સમારોહ યોજાયો હતો.

- text

ધો.8 ની તમામ બાળાઓ તરફથી વિદ્યાની દેવી સરસ્વતીજીની બેનમૂન મૂર્તિ શાળાને ભેટ સ્વરૂપે અર્પણ કરી હતી,શાળા તરફથી તમામ 58 બાળાઓને સમૂહ તસ્વીર ભેટ આપી હતી અને ભાવતા ભોજનીયા જમાડી વિદાય આપવામાં આવી હતી, આ સમગ્ર કાર્યક્રમના આયોજન અને વ્યવસ્થાપનમાં શાળાના પ્રિન્સિપાલ દિનેશ વડસોલા તેમજ તમામ શિક્ષકગણએ જહેમત ઉઠાવી હતી.

- text