રવાપર આરોગ્ય કેન્દ્ર દ્વારા મેલેરિયાને અટકાવવા અંગે જનજાગૃતિ ફેલાવાય

- text


મોરબીને મેલેરિયા અને ડેન્ગ્યુ મુક્ત બનાવવા વિવિધ સિરામિક એસો.,બિલ્ડર એસો. અને સામાજિક સેવા સંસ્થાઓને જનભાગીદારી માટે અપીલ કરાઇ

મોરબી : PHC રાજપરના રવાપર પેટા આરોગ્ય કેન્દ્ર દ્વારા 25 એપ્રિલે વિશ્વ મેલેરિયાની ઉજવણી રવાપર તાલુકા શાળામાં કરાઈ હતી.આ પ્રસંગે વિદ્યાર્થીઓને મચ્છર પોરા, ગપ્પી ફિશ બતાવી આરોગ્ય શિક્ષણ અપાયું હતું.તેમજ મચ્છરથી થતા વાહક જન્ય રોગ અટકાયતી પગલાં તરીકે આશા બહેનો, આરોગ્ય સ્ટાફ દ્વારા ડોર સર્વેલાન્સ દરમિયાન મલેરિયા, ડેન્ગ્યુ, ચીકુનગુનીયા અટકાયતી પગલાં માટે પક્ષીકુંડ દર અઠવાડિયે બે થી ત્રણવાર ઘસી સાફ રાખવા, ચોમાસામાં ફરજિયાત પક્ષીકુંડ ઉલ્ટા રાખવા, ખુલ્લા પાત્રો બેરલ-સિમેન્ટ ટાકી ઢાંકી રાખવું, જૂના ફ્રીઝ ટ્રે પાણી, કૂલર પાણી બદલાતું રહેવું, ઘર આસપાસ સ્વચ્છ બંધિયાર પાણી એકત્ર થવા ના દેવું-તેનો નિકાલ કરવો, ચોમાસા પહેલા એપાર્ટમેન્ટ ઘરની છત પરના પાણીસંગ્રહ થઇ શકે તેવા નકામા સામાન, ટાયર ભંગાર, ડબલા ડુબલી, માટલાનો નિકાલ કરવો વગેરે જનજાગૃતિ ફેલાવી હતી.

મચ્છર નિયંત્રણ માત્ર સરકારની જ નહિ , પણ સમાજની પણ જનભાગીદારી એટલીજ મહત્વની છે. મેલેરિયા ગંદા ગટર જેવા પાણીમાં ઈંડા મુકી રાત્રે કરડે જ્યારે ડેન્ગ્યુ ચોખ્ખા સ્વચ્છ પાણીમાં ઈંડા મુકી દિવસે કરડે. જેનાથી બચવા આખી બાયના કપડાં પહેરવા, મોડી સાંજે મચ્છર વાળી જગ્યાએ બેસવા ટાળવું જોઈએ.ઘરના નકામા પાણીનો નિકાલ ઘર બહાર કરવાને બદલે ખાળકુવા અંદર કરવો જોઈએ જેથી ગંદુ પાણી જમા થાય નહિ. તળાવ,બંધિયાર પાણીમાં ગપ્પી ફિશ મુકી, હાઉસ ટુ હાઉસ સર્વેલાન્સમાં એબેટ, બાંધકામ સાઈટમાં લિફ્ટ ખાડા, ખામળા, અંડરગ્રાઉન્ડ ટાકા તપાસણી કરી બળેલું ઓઇલ-ડીઝલ – MLO, થીનર વગેરે વાપરી પોરાનાશક પોરાશોધક કામગીરી હાથ ધરાઈ હતી અને બાંધકામ સાઈટ સુપરવાઈઝરને પોરાનાશક કામગીરીની તાલીમ અપાઈ હતી.

- text

ડેન્ગ્યુ મચ્છર સ્વચ્છ બંધિયાર પાણીમાં જ થતાં હોય ખાસ ચોમાસામાં એપાર્ટમેન્ટ છત પર પક્ષીકુંડમાં ડેન્ગ્યુ ઈંડા મૂકતા હોય તેને રોજ સાફ રાખવા તકેદારી રાખવા,વહેલી સવાર વહેલી સાંજ એકાદ કલાક બારી દરવાજા બંધ રાખવા, ફાસ્ટ ગાર્ડ જેવા મોસ્ક્યુટો રિપેલન્ટ ઉપયોગ કરી ડેન્ગ્યુથી બચી શકાય.જેમાં રવાપર આરોગ્ય કેન્દ્રના તમામ સ્ટાફ જહેમત ઉઠાવી રહી છે.

- text