મોરબીના મહેન્દ્રનગર ગામે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી

- text


મોરબી : આજરોજ મહેન્દ્રનગર ગામે આયુષમાન આરોગ્ય મંદિર ખાતે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મહેન્દ્રનગરના CHO ભૂમિકાબેન કલસરિયા, MPHW તથા FHW દ્વારા મહેન્દ્રનગર પ્રાથમિક શાળાના બાળકો તેમજ ગ્રામજનોને પ્રોજેક્ટર થકી મેલેરિયા નિર્મૂલન માટે શુ કરવું અને શુ ના કરવું એ બાબતે યોગ્ય માહિતી આપવામાં આવી હતી. ગપ્પી ફિસ અને પોરા નિદર્શન કરાવીને માર્ગદર્શન કરવામાં આવ્યું હતું તેમજ રંગોળી દ્વારા આરોગ્ય મલેરીયા લગત માહિતી આપવામાં આવી હતી.

- text

વિશ્વ મેલેરિયા દિવસ અંતર્ગત મોરબી જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ધીરેન મહેતા, જિલ્લા મેલેરિયા અધિકારી ડો. વિપુલ કરોલીયાની સૂચના અને પ્રા.આ.કે. ખરેડાના મેડિકલ ઓફિસર ડો. શ્રુતિ દેત્રોજા તેમજ સુપરવાઈઝર સંજય હમિરપરાના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા મહેન્દ્રનગર પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ સહિતના સાથી કર્મચારીઓએ મદદ કરી હતી.

- text