પંખા, એસી ધમધોકાર..મોરબી જિલ્લામાં દૈનિક 1200 મેગાવોટ વીજ માંગ વધી 

- text


જિલ્લાના 26 સબસ્ટેશનોમાં દૈનિક સરેરાશ 15000 મેગાવોટ વીજળીનો વપરાશ 

મોરબી : વિશ્વમાં બીજા નંબરના સૌથી મોટા સિરામિક ક્લસ્ટર મોરબી જિલ્લામાં સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વીજળીનો વપરાશ થયા છે ત્યારે ઉનાળાના આકરતાપમાં ગરમીમાં રાહત માટે લોકોએ પંખા, કુલર અને એસીનો વપરાશ શરૂ કરતા છેલ્લા ત્રણ મહિનાથી મોરબીમાં દૈનિક વીજ વપરાશમાં 1200થી 1500 મેગાવોટનો વધારો થયો હોવાનું સામે આવ્યું છે.

મોરબી શહેર અને જિલ્લામાં જેટકો અને પીજીવીસીએલ દ્વારા 26 સબસ્ટેશનો મારફતે ઇન્ડસ્ટ્રીઝ, ખેતી, રહેણાંક અને વાણિજ્યને વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે, ખાસ કરીને સીરામીક ઇન્ડસ્ટ્રીઝ ઉપરાંત હળવદ, માળીયા અને મોરબી જેવા નર્મદા કેનાલની સિંચાઈ સુવિધા ધરાવતા ગામડાઓમાં ઉંચી વીજ માંગને કારણે મોરબી જિલ્લો સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વીજ માંગ ધરાવતો અને સૌથી વધુ વીજ બિલ ચુક્વતો જિલ્લો છે ત્યારે ઉનાળાની સીઝનમાં મોરબી જિલ્લામાં વીજ વપરાશમાં પણ પણ ધરખમ વધારો થયો હોવાના આંકડા સામે આવ્યા છે.

- text

મોરબી જેટકોના સતાવાર આંકડા મુજબ જાન્યુઆરી માસમાં મોરબી જિલ્લાના 26 સબસ્ટેશનોમાંથી સરેરાશ કુલ 12883 મેગાવોટ વીજ વપરાશ થયો હતો. જેની સામે ફેબ્રુઆરી માસમાં સરેરાશ દૈનિક 13,837 મેગાવોટ વીજ વપરાશ રહ્યો હતો. દરમિયાન માર્ચ માસથી ગરમીમાં વધારો થતા મોરબી જિલ્લામાં દૈનિક વીજ વપરાશ વધીને સરેરાશ દૈનિક 15,000 મેગાવોટ પહોંચ્યો છે અને એપ્રિલ મહિનામાં પણ મોરબી જિલ્લાનો વીજ વપરાશ દૈનિક 15000 મેગાવોટ પ્રતિદિવસ રહ્યો હોવાનું સત્તાવાર સૂત્રો જણાવી રહ્યા છે.

મોરબી જિલ્લામાં દૈનિક વીજ વપરાશમાં સરેરાશ 1200થી 1500 મેગાવોટ વીજ વપરાશ વધવા પાછળ આકરો તાપ જવાબદાર છે, આકરા તાપથી બચવા માટે એસી, પંખા અને કુલરનો વપરાશ વધવાથી વીજ માંગ વધી હોવાનું પીજીવીસીએસલના સૂત્રો જણાવી રહ્યા છે, બીજી તરફ મોરબી જિલ્લાની વીજ માંગ પુરી પાડવા માટે સોલાર, વિન્ડ એનર્જી સાથે સૌથી વધુ વીજળી થર્મલ વીજ મથકોએથી આવતી હોવાનું જેટકોના સૂત્રોએ જણાવ્યું હતું.


મહિના મુજબ વીજ વપરાશ 

મહિનો દૈનિક સરેરાશ વીજ વપરાશ 

જાન્યુઆરી – 12,883

ફેબ્રુઆરી – 13,837

માર્ચ – 15,011

એપ્રિલ – 14,912

3જી મે ના દિવસનો વપરાશ – 14,978


- text