હેન્ડલ લોક કર્યા વગરના બાઈક ચોરતી ત્રિપુટીને પકડી લેતી મોરબી એલસીબી

- text


રાજકોટ અને મોરબીના ચાર ગુન્હાનો ભેદ ઉકેલાયો, બે આરોપીઓના નામ ખુલ્યા

મોરબી : મોરબી એલસીબી ટીમે મોરબી તથા રાજકોટ શહેર વિસ્તારમાંથી હેન્ડલ લોક કર્યા વગરના જ બાઇકની ચોરી કરતી ત્રિપુટીને ઝડપી લઈ ચાર બાઈક ચોરીનો ભેદ ઉકેલી નાખી 1.23 લાખનો મુદ્દામાલ કબ્જે કરી અન્ય બે આરોપીના નામ ખોલાવવામાં સફળતા મેળવી છે.

મોરબી એલસીબી પીઆઇ એમ.પી.પંડ્યાના માર્ગ દર્શન હેઠળ એલસીબી ટીમના હેડ કોન્સટેબલ ઇશ્વરભાઇ કલોતરા, ચંદુભાઇ કાણોતરા, ભરતભાઇ જીલરીયા, દશરથસિંહ પરમાર સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મોરબી જુના બસસ્ટેન્ડ વિસ્તારમાં ત્રણ શખ્સો બે નંબર વગરના મોટર સાયકલ સાથે નીકળતા તેઓને અટકાવી પૂછતાછ કરતા આરોપી રફીકભાઇ હારૂનભાઇ મિંયાણા, હનીફ દોષમામદ મિંયાણા, રહે.કાજરડા તા.માળીયા મિયાણા અને અકબર ઉર્ફે અકુડો અબ્દુલભાઇ મિંયાણા, રહે.નવા અંજીયાસર તા.માળીયા મિયાણા વાળાઓ પાસે બાઇકને લગતા આધાર પુરાવા માંગતા પોતાની પાસે નહિ હોવાનું જણાવેલ જેથી બાઈક ચોરી કે છળકપટથી મેળવેલ હોવાનું જણાતા ત્રણેય ઇસમોને એલસીબી કચેરી ખાતે લાવી વિશેષ પુછપરછ કરતા તેઓએ બીજા બે મળી કુલ-4 મોટર સાયકલો રાજકોટ તથા મોરબીના અલગ અલગ વિસ્તારમાંથી ચોરી કર્યાની કબૂલાત આપી હતી.

- text

વધુમાં આરોપીઓએ આ બાઈક મોરબી સીટી એ ડીવીઝન વિસ્તારમાંથી બે બાઈક તથા મોરબી તાલુકા વિસ્તારમાંથી એક બાઈક ચોરી હોવાનું ખુલતા પકડાયેલ ત્રણેય આરોપીઓ પાસેથી કુલ-4 મોટર સાયકલ કિંમત રૂપિયા 1.20 લાખ ચોરીના ગુનાના કામના મુદામાલ કબ્જે કરવામા આવ્યા હતા. સાથે જ બાઈક ચોરીમાં પકડાયેલ શખ્સોએ અબ્દુલભાઇ હાજીભાઈ કાજેડીયા રહે.કાજરડા અને રીયાઝ ઉર્ફે ડાડો હારૂનભાઇ રહે.કાજરડા તા.માળીયા મિયાણા વાળાની સંડોવણી કબુલતા પોલીસ બન્નેને ફરાર જાહેર કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, બાઈકચોર ટોળકી દિવસના સમયે રાજકોટ તથા મોરબી સીટી વિસ્તારમાં ફરી ભીડભાડ વાળી જગ્યાઓની રેકી કર્યા બાદ મોટર સાયકલ પાર્ક કરેલ હોય તે જગ્યાએ ધ્યાન રાખી લોક કર્યા વગરના જ મોટર સાયકલ ડાયરેકટ કરી ચોરી કરી લઇ જવાની ટેવવાળા હોવાનું સામે આવ્યું છે.

- text