મોરબીના રફાળેશ્વરમા પરિણીતાને પતિ – સાસુએ ઝેરી દવા પીવડાવી

- text


મોરબી : મોરબીના રફાળેશ્વર ગામે સાસરું ધરાવતા પરિણીતાને ગઇકાલે સાંજના સમયે પતિ અને સાસુએ ઝેરી દવા પીવડાવી દેતા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વાવડી ગામે માવતર ધરાવતા મનીષાબેન શનિભાઈ કાનાણી ઉ.24 નામની પરિણીતાને ગઈકાલે સાંજના સમયે રફાળેશ્વર સાસરીમા પતિ શનિભાઈ અને સાસુએ ઝેરી દવા પીવડાવી દેતા 108 મારફતે મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં ભોગ બનનારના છ મહિના પૂર્વે જ લગ્ન થયાનું ખુલ્યું છે, હાલમાં મોરબી તાલુકા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.

- text

- text