મોરબી : ચેક રિટર્ન કેસમાં ભાગીદારને એક વર્ષની સજા

- text


મંડપ સર્વિસના ભાગીદારીના ધંધામાં ઉપાડ લીધા બાદ આપેલો ચેક પરત ફરવાના કેસમાં કોર્ટનો મહત્વનો ચુકાદો

મોરબી : મોરબીમાં ભાગીદારે ઉપાડ તરીકે લીધેલી રકમ પૈકીની રૂ.૪ લાખની રકમ પરત ચેક સ્વરૂપે આપી હોય જે ચેક રિટર્ન થતા કોર્ટે એક વર્ષની સજા સાથે રૂ ૮ લાખ વળતર પેટે ચૂકવી આપવાનો આદેશ કર્યો છે.

મોરબીના પિયુષભાઈ વીરજીભાઈ ટેટીયાએ નારણભાઈ હિંમતભાઈ સોલંકી સાથે ભાગીદારીમાં મંડપ સર્વીસનો ધંધો કરેલ હતો. પિયુષભાઈ વીરજીભાઈ ટેટીયાને આર્થીક ભીડ હોવાથી ધંધાના હીસાબની રકમ રૂા. ૧૩,૫૦,૦૦૦/- ઉપાડ તરીકે લઈ લીધેલ હતા, જે ફરીયાદીની આરોપી પાસેથી લેણી નીકળતી રકમ અંગે આરોપી પિયુષભાઈ વીરજીભાઈ ટેટીયા એ ફરીયાદીને કુલ ત્રણ ચેક આપેલ હતા. તેમાના એક ચેકની રકમ રૂા. ૪,૦૦,૦૦૦/- નો ચેક રીર્ટન થતાં ફરીયાદએ મોરબીની કોર્ટમાં ફોજદારી કેસ નં. ૩૧૧૬/૨૦૨૨ થી ફરીયાદ દાખલ કરેલ હતી.

જે ફરીયાદની ટ્રાયલ ચાલી જતાં ફરીયાદીના વકીલ અશ્વિન વિ. બડમલીયાની દલીલ તથા પુરાવાઓને ધ્યાને લઈ, મોરબીના એડી.જયુડી. મેજી.જજ સી.વાય. જાડેજા સાહેબએ આરોપી પિયુષભાઈ વિરજીભાઈ ટેટીયાને એક વર્ષની સાદી કેદની સજા તથા ચેકની રકમ રૂા. ૪,૦૦,૦૦૦/- ની ડબલ ૨કમ રૂા. ૮,૦૦,૦૦૦/- વળતર પેટે ચુકવવાનો હુકમ કર્યો છે. અને જો આરોપી તે રકમ ભરવામાં કસુર કરે તો આરોપીને વધુ ૯૦ દિવસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવેલ છે. આ કામના ફરીયાદી નારણભાઈ હિંમતભાઈ સોલંકી તરફે મોરબીના વકીલ અશ્વિન બડમલીયા, મનીષ ગરચર તથા અનીલ ગોગરા રોકાયેલ હતા. તેમ યાદીમાં જણાવાયું છે.

- text

- text