લજાઈ ચોકડી પાસે ગેરકાયદે રેતી વહન કરતા 2 ડમ્પર પકડી પાડતું ખાણ ખનીજ વિભાગ

- text


મોરબી: ખાણ ખનીજ વિભાગની ટીમે ટંકારા તાલુકાની લજાઈ ચોકડી પાસે ગેરકાયદેસર ખનીજ વહન કરતા બે ડમ્પરને ઝડપી લઈને મુદામાલ ટંકારા પોલીસ સ્ટેશનને સોપવામાં આવ્યો છે.

મોરબી ભૂસ્તરશાસ્ત્રી જે.એસ.વાઢેરની સુચનાથી રોયલ્ટી ઇન્સ્પેકટર રવિ કણસાગરા અને રાહુલ મહેશ્વરી તેમજ માઈન્સ સુપરવાઈઝર મિતેષ ગોજીયા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે આ ઘટના સામે આવી હતી.

- text

તે દરમિયાન લજાઈ ચોકડી પાસેથી ડમ્પર જીજે 10 ટીવાય 9345 અને જીજે 36 વી 4871 ને રોક્યા હતા. જે બંને ડમ્પરમાં સાદી રેતી રોયલ્ટી પાસ વગર ગેરકાયદેસર રીતે ભરી ખનીજ વહન કરતા મળી આવ્યા હતા. જેથી બંને ડમ્પર અને રેતી સહીત આશરે 60 લાખનો મુદામાલ ટંકારા પોલીસ મથકમાં સોપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text