મોરબીની ટાઇલ્સ ઉપર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાદવા અમેરિકાની તૈયારી

- text


વર્ષે 1500 કરોડના એક્સપોર્ટને ફટકો પડવાની સંભાવના : એટલાન્ટાના એક્ઝિબિશનમાં પણ માઠી અસર

મોરબી : સ્થાનિક માર્કેટમાં મંદીના માર વચ્ચે વિદેશમાં એક્સપોર્ટ થકી અસ્તિત્વ ટકાવવા મથી રહેલા મોરબીના સીરામીક ઉદ્યોગ માટે અમેરિકાથી માઠા સમાચાર મળી રહ્યા છે, ગલ્ફ કન્ટ્રીની જેમ જ હવે અમેરિકાએ ભારતીય સીરામીક પ્રોડક્ટ ઉપર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાગુ કરવા પિટિશન ફાઈલ કરી છે, બીજી તરફ અમેરિકાના એટલાન્ટા શહેરમાં યોજાયેલ કવરિંગ એક્ઝિબિશનમાં પણ એન્ટી ડમ્પિંગ ડ્યુટીની માઠી અસર જોવા મળી હોવાનું સીરામીક એસોસીએશનના હોદેદારો જણાવી રહ્યા છે.

મોરબી સિરામિક એસોશિએશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારિયાના જણાવ્યા મુજબ હાલમાં અમેરિકાના એટલાન્ટા શહેરમા કોવરિંગ-2024 એક્ઝિબિશન ચાલી રહ્યું છે જેમાં મોરબીની જુદી-જુદી 40 જેટલી કંપનીઓએ ભાગ લીધો છે, હાલમાં અમેરિકાના એટલાન્ટા ખાતે આયોજિત આ એક્ઝિબિશનનું ભારતના કોન્યુલેટ જનરલ રમેશબાબુના હસ્તે ભારતીય પેવેલિયન ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

- text

બીજી તરફ અમેરિકા ખાતે આયોજિત આ એક્ઝિબિશન સાથે જ મોરબીના સીરામીક ઉદ્યોગ માટે પણ માઠા સમાચાર સામે આવ્યા છે જેમાં અમેરિકા દ્વારા ભારતથી આયાત થતી સીરામીક પ્રોડક્ટ ઉપર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાદવા માટે પિટિશન ફાઈલ થઇ હોવાનું અને એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાદવાની તૈયારીઓ જોતા હાલમાં આ એક્ઝિબિશનમાં પણ મોરબીના સીરામીક ઉદ્યોગકારોને ઝટકો લાગ્યો હોવાનું ખુદ સીરામીક ઉદ્યોગકારો જણાવી રહ્યા છે.

- text