મતદાનના દિવસે સવેતન રજા આપવા મોરબી પાલિકાની સૂચના

- text


મોરબી : આગામી તારીખ 7 મે ને મંગળવારના રોજ લોકસભા ચૂંટણીનું મતદાન થનાર હોય મોરબી નગરપાલિકા દ્વારા નોટિસ જાહેર કરી તમામ ધંધાર્થીઓ વેપારીઓને મતદાનના દિવસે તેમના સ્ટાફને સવેતન રજા આપવાની સૂચના આપી છે.

- text

મોરબી નગરપાલિકા વિસ્તારના તમામ ધંધાકીય એકમો, ઔદ્યોગિક એકમો, વાણિજ્ય એકમો (દુકાનો/શો-રૂમ) સહિત તમામને મોરબી નગરપાલિકાએ જણાવ્યું છે કે, કાયદા મુજબ લોકસભા ચૂંટણીના દિવસે 7 મે ને મંગળવારના રોજ એકમોમાં કામ કરતા કર્મચારીઓ/રોજમદાર/ કારીગરો/સ્ટાફને સવેતન રજા આપવાની રહેશે અને તેઓના પગારમાંથી આ દિવસને લગતી કોઈપણ પ્રકારની કપાત કરવાની રહેશે નહીં. આ આદેશનો અમલ ન કરનાર સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જણાવ્યું છે.

- text