Morbi: સાર્થક વિદ્યામંદિરની મતદાન માટે અપીલ: શિક્ષકોએ વાલીઓને લખ્યું કે…

- text


Morbi: ગુજરાતમાં 7મેનાં રોજ લોકસભાની ચૂંટણી માટે મતદાન યોજાનાર છે. આ દિવસે વધુને વધુ લોકો મતદાન કરે એ મોરબીની સાર્થક વિદ્યામંદિર દ્વારા અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.

મતદાન જાગૃતિ અંતર્ગત સાર્થક વિદ્યા મંદિર દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને મતદાન અંગે જાગૃતિના સૂત્રો લખેલી ચબરખી આપીને મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, હાલ શાળાના પરિણામો પણ જાહેર થઈ રહ્યા છે અને 7મે ને મંગળવારના રોજ મોરબી સહિત ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પણ યોજાનાર છે. ત્યારે સાર્થક વિદ્યામંદિરે પૂર્ણ મતદાન માટે મહત્વની અપીલ કરી હતી.આ માટે શાળાના વાર્ષિક પરિણામ સાથે મતદાન જાગૃતિનો સંદેશ આપતી સૂત્રો લખેલી ચબરખી વાલીઓ અને વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. તેમજ શાળાના શિક્ષકો દ્વારા વાલીઓને વધુને વધુ મતદાન કરવા માટે વિનંતી કરવામાં આવી હતી.

- text

આપેલી ચબરખીમાં ‘વટથી વોટ કરીશું’, ‘મતદાન એ મહાદાન છે’, ‘મતદાન અચૂક કરજો’, ‘વધુ ને વધુ મતદાન કરીએ’, ‘લોકશાહીનું જતન કરીએ’, ‘ભેદભાવ વગર મતદાન કરો’, ‘તમારા મતનું મૂલ્ય સમજો’, ‘એક એક મત કિમતી છે’, ‘મતદાન આપણો બંધારણીય અધિકાર છે’ જેવા સૂત્રો લખવામાં આવ્યા હતા.

- text