મતદાન કરો અને મોરબીની આ હોટલોમાં મેળવો બમ્પર ડિસ્કાઉન્ટ

- text


મતદાનને પ્રોત્સાહન આપવા હોટલ માલિકોની અનોખી ઝુંબેશ

મોરબી : મોરબી જિલ્લામાં મતદાનની ટકાવારી વધારવા તેમજ વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કે. બી. ઝવેરીના દિશા- નિર્દેશમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કુલદીપસિંહ વાળા અને સમગ્ર ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતી કેળવવા સંનિષ્ઠ પ્રયાસો હાથ ધરાઇ રહ્યા છે. મોરબી જિલ્લાની અનેક સંસ્થાઓ પણ લોકશાહી મહા પર્વમાં પોતાનું યોગદાન આપવા તત્પર બની છે. મોરબી હોટલ એસો. ના હોદ્દેદારોએ પણ લોકશાહી મહાપર્વમાં મતદાતાઓને મતદાન કરવા પ્રોત્સાહન મળે તેવા ઉદેશ્યથી વિવિધ હોટલોમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.


હોટલ ફર્ન રેસિડેન્સી

મોરબીમાં હોટલ ફર્ન રેસિડેન્સીના જનરલ મેનેજર સુહાસ શ્રીમાળીએ જણાવ્યું હતું કે, લોકશાહીના પર્વમાં મતદાનને પ્રોત્સાહન આપવા માટે હોટલ ફર્ન રેસિડેન્સી દ્વારા ગ્રાહકોને બૂકિંગ ઉપર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. જે વ્યક્તિ મતદાન કર્યાનું પ્રૂફ બતાવશે તેઓને ફૂડ અને રૂમ બૂકિંગ પર 10 % ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. ઉપરાંત 7મી મેના રોજ અચૂક મતદાન કરવા મતદાતાઓને અનુરોધ કર્યો છે.


RE:GEN:TA INN હોટલ

આ બાબતે મોરબીની RE:GEN:TA INN હોટલના સેલ્સ મેનેજર અમરદીપસિંહ ગોહિલે મતદાન જાગૃતિ અંતર્ગત RE:GEN:TA INN હોટલે કરેલી પહેલ ઈનીસીએટીવ અન્વયે વાત કરતા જણાવ્યું હતું કે, આવનારી 7મી મેના રોજ લોકસભાની ચૂંટણીનું મતદાન યોજાનાર છે. ત્યારે મોરબીની જનતાને RE:GEN:TA INN હોટલ વતી અપીલ કરું છું કે વધુને વધુ મતદાન કરો. જે ગેસ્ટ અથવા મતદાર મતદાન કરીને અમને પ્રૂફ એટલે કે આંગળીમાં નિશાન બતાવશે તેમને RE:GEN:TA INN હોટલમાં ફૂડ અને રૂમની એમિટીઝ ઉપર 10 % ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મતદાન કરવું એ આપણો મૂળભૂત અધિકાર છે જેથી આપણે સૌએ લોકશાહીને મજબૂત કરવા માટે આ મતદાનના અધિકારનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ અને અચૂકપણે મતદાન કરવું જોઈએ.

- text


જી.કે હોટલ

મોરબીમાં જી.કે હોટલના મેનેજર માનસિંહજીએ 7મી મેના રોજ અચૂક મતદાન કરવા મોરબી જિલ્લાના મતદાતાઓને અનુરોધ કર્યો હતો અને લોકશાહીના પર્વમાં મતદાનને પ્રોત્સાહન આપવા માટે જી.કે હોટલ દ્વારા એક ઝુંબેશ ચલાવવામાં આવનાર છે. જે અન્વયે કોઈપણ વ્યક્તિ મતદાન કર્યાનું પ્રુફ બતાવશે તેઓને ફૂડ પર 10 % ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.


સયાજી હોટલ

મોરબીની સયાજી હોટલના માલિક રાજેશ પટેલે જણાવ્યું હતું કે, ચૂંટણી વખતે લોકોને જાગૃત કરવાની આ પહેલમાં અમે મોરબીના હોટલ ના માલિકો પણ જોડાયા છીએ આગામી 7 મેના રોજ લોકસભાની ચૂંટણીનું મતદાન યોજનાર છે ત્યારે મોરબી અને ગુજરાતની જાહેર જનતાને વિનંતી કરું છું કે મતદાનના દિવસે શક્ય હોય એટલું વધુમાં વધુ મતદાન કરો. અને જે કોઈપણ વ્યક્તિ અમને મતદાનનું પ્રૂફ બતાવશે તે વ્યક્તિને 10 % ફુડ ઉપર ડિસ્કાઉન્ટ આપશે જેથી તમારો કિંમતી મત જરૂરથી આપજો અને એ મતનો પુરાવો અમને બતાવી આ ડિસ્કાઉન્ટ નો લાભ મેળવજો.


- text