મોરબી : પગમાં ફ્રેક્ચર ધરાવતા મતદાતાને મદદરૂપ બનીને મતદાન કરાવતા બીએલઓ

- text


મોરબી : જવાહર પ્રાથમિક શાળાના મતદાન કેન્દ્રના મતદાતા એવા સોલંકી મનસુખભાઇ ખીમજીભાઈનું બાઇક સ્લીપ થતા પગમાં ફ્રેક્ચર આવ્યું હોય, આ બુથના બીએલઓ ચમનભાઈ ડાભીએ તેઓને મદદરૂપ બની મતદાન કરાવ્યું હતું. બીએલઓની આ કામગીરીની સ્થાનિકોએ સરાહના કરી છે.

- text