મોરબી જિલ્લામાં સરેરાશ 62.93 ટકા મતદાન

- text


મોરબી વિધાનસભામાં 58.26 ટકા, વાંકાનેર વિધાનસભામાં 64.67 અને ટંકારા વિધાનસભા વિસ્તારમાં 65.88 ટકા મતદાન નોંધાયું

મોરબી : મોરબી જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મતદાનનો ઉત્સાહ દેખાય રહ્યો હતો. મતદાનની ટકાવારીની વાત કરીએ તો સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધીમાં મોરબી વિધાનસભામાં 58.26 ટકા, વાંકાનેર વિધાનસભામાં 64.67 અને ટંકારા વિધાનસભા વિસ્તારમાં 65.88 ટકા મતદાન નોંધાયું હતું. આ ત્રણેય બેઠકનું થઈને મોરબી જિલ્લાનું કુલ સરેરાશ મતદાન 62.93 ટકા જેટલું થયું છે.

- text

- text