મોરબી : નાની વાવડીમાં વૃક્ષ દેવ પરિચય કાર્યશાળા યોજાઈ 

- text


મોરબી : ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા 18 મે ને શનિવારના રોજ નાની વાવડીના રામાપીર મંદિર ખાતે વૃક્ષ દેવ પરિચય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિશ્વની શ્રેષ્ઠ અને પ્રાચીનતમ્ આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિનો સમાજના પ્રબુદ્ધ નાગરિકોમાં પ્રચાર, પ્રસાર અને ઉપયોગીતા અંગેની સમજ જાગૃત થાય તે હેતુથી આ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળામાં વૃક્ષોની લાક્ષણિકતા, પરિચય અને ઔષધીય ઉપયોગીતા વિશે માનનીય વૈદ્ય કિરીટસિંહ ઝાલા દ્વારા લગભગ 40 જેટલી ઔષધીય વનસ્પતિનો પરિચય કરાવ્યો હતો અને વનસ્પતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યશાળામાં 40 જેટલા ભાઈઓ અને બાળકો ઊપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ગો-પાલક, નિવૃત ગ્રામ સેવક, પ્રકૃતિપ્રેમી પ્રાણજીવનભાઈ કાલરીયા અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ભારત વિકાસ પરિષદના અધ્યક્ષ ડો. જયેશભાઈ પનારા, ભારત વિકાસ પરિષદના સભ્ય અને કાર્યક્રમ સંયોજક વિનોદભાઈ મકવાણા, નાની વાવડીના વિઠ્ઠલબાપા, નથુભાઈ, અમુભાઈ, માવજીભાઈ, જગદીશભાઈ, રામજીભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન વિનોદભાઈ મકવાણાએ કર્યું હતું. આ કાર્યશાળામાં નાની વાવડી ગ્રામજનોનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હોવાનું કાર્યક્રમ સંયોજક વિનોદભાઈ મકવાણા, સચિવ હિંમતભાઈ મારવાણિયા, અધ્યક્ષ ડો. જયેશભાઈ પનારાએ જણાવ્યું હતું.

- text

- text