માળિયાના પંથકમાં દિવ્યાંગ અને વૃદ્ધોને મદદરૂપ બનીને મતદાન કરાવતો ચૂંટણી સ્ટાફ

- text


મોરબી : મોરબી – માળિયા વિધાનસભા વિસ્તારના દિવ્યાંગ અને વૃદ્ધ મતદારોના નોડલ ઓફિસર રંજનબેન મકવાણા સહિતના સ્ટાફ દ્વારા માળિયા તાલુકાના ઘાટીલા, વેણાસર, વેજલપર, ચીખલી, ખાખરેચી, કુંભારિયા ઉપરાંત રણકાંઠાના ગામોમાં જઈને દિવ્યાંગ તેમજ વૃદ્ધ મતદારોને મદદરૂપ બની તેઓને મતદાન મથક સુધી લઈ જવામાં આવ્યા હતા. આમ અનેક દિવ્યાંગ અને વૃદ્ધ મતદારોએ તેમની મદદથી મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

- text