મોરબી જિલ્લામાં કાલે રવિવારે 17 સ્થળોએ વેપારીઓ- ધંધાર્થીઓ માટે ખાસ વેકસીનેશન કેમ્પ

- text


વિવિધ સ્થળોએ યોજાનાર કેમ્પમાં 6000 ડોઝની વ્યવસ્થા રખાઈ

મોરબી : મોરબી જિલ્લામાં આવતીકાલે રવિવારના રોજ ધંધાર્થીઓ માટે 17 સ્થળોએ ખાસ વેકસીનેશન કેમ્પ ગોઠવવામાં આવ્યા છે. જેમાં 6000 જેટલા ડોઝની વ્યવસ્થા રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

મોરબી તાલુકાના નગરપાલિકા ટાઉન હોલ- મોરબી ખાતે 2000, ડીએચ- મોરબી ખાતે 250, યુએચસી- લીલાપર ખાતે 250, ગોકુલનગર પ્રા. શાળા ખાતે 250, એમપી શેઠ ગર્લ્સ હાઇસ્કુલ ખાતે 250, યુએચસી સોઓરડી ખાતે 300, સબ સેન્ટર- રવાપર ખાતે 300, સબ સેન્ટર- મહેન્દ્રનગર ખાતે 300, પીએચસી ઘુટુ ખાતે 300, પીએચસી લાલપર ખાતે 200 ડોઝની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

- text

ટંકારા તાલુકામાં ટંકારા પ્રાથમિક શાળામાં 300 ડોઝ, માળિયા તાલુકામાં માળિયા સીએચસી સેન્ટર ખાતે 200, વાંકાનેર તાલુકામાં વાંકાનેર એસડીએચ ખાતે 300, હળવદ તાલુકામાં હળવદ એસડીએચ ખાતે 200, પતંજલિ સ્કૂલ- હળવદ ખાતે 200, ડી.વી. રાવલ સ્કૂલ- હળવદ ખાતે 200 અને ડી.વી. પરસાણી સ્કૂલ ખાતે 200 ડોઝની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text