આઝાદી બાદ પહેલીવાર એક્સપોર્ટમાં ગુજરાત પ્રથમ નંબરે

- text


કોરોના કાળમાં પણ ગુજરાતની વિકાસ ગાડી પૂરબહારમાં દોડી

મોરબી : વિદેશી હૂંડિયામણ કમાઈ આપવામાં ગુજરાતનો દેશમાં સિંહ ફાળો છે ત્યારે કોરોનાના કપરા સંજોગોમાં આઝાદી બાદ 70 વર્ષમાં પ્રથમ વખત ગુજરાત સમગ્ર દેશમાં એક્સપોર્ટમાં ટોચના સ્થાને આવ્યું છે.
એક તરફ કોરોના મહામારીમાં સમગ્ર દેશમા નિયંત્રણ લાદવામાં આવતા ઉદ્યોગ, ધંધા, વ્યાપાર, રોજગાર ઠપ્પ થઈ જતા  આર્થિક રીતે પીછેહઠ કરવી પડે તેવી સ્થિતિમાં પણ ગૌરવવંતા ગુજરાતે એક્સપોર્ટમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું છે, સરકારી આંકડા મુજબ વર્ષ 2020 – 21માં 20.83 ટકાથી વધુ હિસ્સેદારી સાથે ગુજરાતે મહારાષ્ટ્રને પાછળ રાખી દીધું છે.
નોંધનીય છે કે કોરોના મહામારી વચ્ચે પણ મોરબીના સિરામિક યુનિટ દ્વારા પ્રોડક્શન અને એક્સપોર્ટ ચાલુ રાખવામાં આવ્યુ હતુ અને ડોમેસ્ટિક માર્કેટ ઠપ્પ થવાની સ્થિતિમાં અકલ્પનિય પરફોર્મન્સ સાથે સિરામિક એક્સપોર્ટ દ્વારા દેશને મોટું વિદેશી હૂંડિયામણ કમાઈ આપવામાં આવ્યું હોવાનું સિરામિક એસોસિએશન પ્રમુખ નિલેશભાઈ જેતપરિયા જણાવી રહ્યા છે.
જો કે ચાલુ વર્ષે કોરોના મહામારીના નિયંત્રણ વચ્ચે ગુજરાતનું વાર્ષિક એક્સપોર્ટ 0.3 ટકા ઘટ્યું છે. આમ છતાં મહારાષ્ટ્ર, તામિલનાડું, આંધ્રપ્રદેશ, ઉત્તપ્રદેશ સહિતના 37 રાજ્યને પછાડી ગુજરાતે નંબર વનનું સ્થાન હાંસલ કર્યું છે.

- text