મોરબી જિલ્લામાં કોવિડ જાહેરનામા ભંગ સબબ 17 સામે કાર્યવાહી

- text


કોવિડ ટેસ્ટ કે વેકસીન લીધા વગર ધંધો કરતા બે ધંધાર્થીઓ સામે કાર્યવાહી

મોરબી : મોરબી જિલ્લામાં હવે કોરોનાની બીજી લહેર શમી ગઈ હોવાથી સરકારે લાગુ કરેલા કોવિડના જાહેરનામા ભંગના પણ કેસ ઉતરોતર ધટી રહ્યા છે. ત્યારે ગઈકાલે પોલીસે મોરબી જિલ્લામાં કોવિડના જાહેરનામા ભંગ સબબ 17 સામે કાર્યવાહી કરી હતી. તેમજ કોવિડ ટેસ્ટ કે વેકસીન લીધા વગર ધંધો કરતા બે ધંધાર્થીઓ સામે પણ કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબીમાં ગઈકાલે પોલીસે ચાની કેબિને માસ્ક પહેર્યા વગર ધંધો કરતા કેબીન ધારક, નિયમ કરતા વધુ મુસાફરો ભરી માસ્ક તથા સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા 4 રીક્ષા ચાલકો, માસ્ક વગર કહેરમાં નીકળેલા 3 લોકો, વાંકાનેરમાં માસ્ક વગર જાહેરમાં નીકળેલા એક, નિયમ કરતા વધુ મુસાફરો ભરી માસ્ક તથા સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા 2 રીક્ષા ચાલકો, 1 ઇકો કાર ચાલક, ટંકારામાં કોરોના ટેસ્ટ કે વેકસીન લીધા વગર ધંધો કરતા એક રીક્ષા ચાલક, માળીયામાં જાહેરમાં માસ્ક પહેર્યા વગર નીકળેલા 2, નિયમ કરતા વધુ મુસાફરો ભરી માસ્ક તથા સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા 1 રીક્ષા ચાલક, હળવદમાં કોરોના ટેસ્ટ કે વેકસીન લીધા વગર ધંધો કરતા વેપારી સહિત કુલ 17 સામે પોલીસે કોવિડના જાહેરનામા ભંગ હેઠળ કાર્યવાહી કરી હતી.

- text