R.T.E. એકટ હેઠળ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ખાનગી શાળામાં ધોરણ-1માં પ્રવેશ અંગેની પ્રક્રિયા શરૂ

- text


પાત્રતા ધરાવતા વાલીઓએ ૨૫ જૂનથી ૦૫ જુલાઇ સુઘી ઓનલાઇન અરજી કરવાની રહેશે 

ઓનલાઇન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહીં

મોરબી : RTE એકટ-૨૦૦૯ અન્વયે શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે ધોરણ-૧ માં પ્રવેશ માટે બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫ % મુજબ વિનામૂલ્યે ધોરણ-૧ માં પ્રવેશ આપવાની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

મોરબી જિલ્લાની તમામ બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધોરણ-૧ માં વિનામૂલ્યે પ્રવેશ મેળવવા માટે તા.૨૫/૦૬/ર૦૨૧ થી તા.૦૫/૦૭/ર૦૨૧ સુઘીમાં https://rte.orpgujarat.com વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરી શકાશે. ઓનલાઇન કરેલ અરજી સાથે જરૂરી આધારો ઓનલાઇન અપલોડ કરવાના રહેશે. તેમજ જરૂરી આધાર પુરાવાઓની વિગત વેબસાઈટ ઓનલાઈન પર જોઈ શકાશે.

- text

પ્રવેશ પ્રક્રિયા દરમિયાન જરૂરી ડોકયુમેન્ટસ સાથે વાલી રીસીવીંગ સેન્ટર ખાતે ફોર્મ જમા કરવાની પ્રક્રિયા COVID-19 મહામારીના કારણે રદ કરેલ છે. વાલી ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર-પુરાવા જેવા કે જન્મ-તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ કેટેગરીમાં દાખલો, તેમજ આવકનો દાખલો (લાગુ પડતો હોય ત્યાં) વગેરે ઓનલાઈન અપલોડ કરવાનો રહેશે. ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીઓએ પોતાની પાસે રાખવાની રહેશે.

ઓનલાઈન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહિ. પ્રવેશ પાત્રતા માટે વાલીની વાર્ષિક આવક શહેરી વિસ્તારમાં રૂ.૧,૫૦,૦૦૦ તથા ગ્રામ્ય વિસ્તારમાં રૂ. ૧,૨૦,૦૦૦ ની મર્યાદા જાહેર કરેલ છે. પ્રવેશ માટે કેટેગરીની અગ્રતા, આવકની અગ્રતા, વાલીઓએ પસંદ કરેલ શાળાની અગ્રતા વગેરે ધ્યાને લઈ પ્રવેશ આપવામાં આવશે.

વધુ વિગતો જેવી કે અરજી સાથે કયા કયા આધાર-પુરાવા, કયા અધિકારીઓના રજૂ કરવાના છે તે સહિતની તમામ વિગતો https://rte.orpgujarat.com વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે. આમ છતાં જરૂર પડ્યે કોઈપણ વાલી હેલ્પલાઈન નંબર (૦૨૮૨૨) ૨૨૬૮૧૨ પરથી જરૂરી માહિતી મેળવી શકશે તેમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એમ. સોલંકીની યાદીમાં જણાવાયું છે.

- text