જય ગણેશ હીરોના 19 વર્ષના પ્રવેશ નિમેતે 23મીએ કોરોના વેકસીન લેનારને આકર્ષક ગિફ્ટ આપશે

- text


19 વર્ષમાં પ્રવેશની ઉજવણી સંદર્ભે પાંચ સેન્ટરો પર વેકસીન લેનાર દરેકને અપાશે ગિફ્ટ

મોરબી : મોરબીના જાણીતા જય ગણેશ ઓટોકેર પ્રા.લી. દ્વારા 19 માં વર્ષમાં મંગલ પ્રવેશની ઉજવણી સંદર્ભે અને હાલ યુવાનો માટે ચાલી રહેલા વેકસીનેશનના તબક્કામાં યુવાનોમાં વેકસીનેશન કરાવવા અંગે જાગૃતિ આવે એ માટે આવતીકાલે 23મીએ એક દિવસ પૂરતી આકર્ષક સ્કીમ અમલમાં મુકવામાં આવી છે. જેમાં નિર્ધારિત પાંચ સેન્ટરો ઉપર આવતીકાલે વેકસીનેશન કરાવનારને જય ગણેશ ઓટોકેર પ્રા.લી. દ્વારા આકર્ષક ગિફ્ટ આપવામાં આવશે.

- text

મોરબીના જય ગણેશ ઓટોકેર પ્રા.લી.નો આવતીકાલે તા.23 ના રોજ 19માં વર્ષે મંગલ પ્રવેશ થવાનો છે. જેની ઉજવણીના ભાગરૂપે આવતીકાલે તા.23ના રોજ નીચેના નિર્ધારિત સેન્ટરો પર વેકસીનેશન કરાવનાર લોકોને સ્યોર ગિફ્ટ આપવામાં આવશે. જેમાં (1) સામુહિક આરોગ્ય કેન્દ્ર જેતપર, (2) પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – ઘુંટુ, (3) અર્બન હેલ્થ સેન્ટર, સો ઓરડી, મોરબી-2, (4) મનીષ વિદ્યામંદિર, વાવડી રોડ, મોરબી, (5) મજૂર કામદાર કેન્દ્ર, જેલ રોડ, મોરબી ખાતે જ વેકસીન લેનારના આ ગિફ્ટ મળશે. આ અંગેની વધુ વિગત માટે મો.ન. 7574826926, 9898098602, 8511180376 ઉપર કોન્ટેક કરવાની અપીલ કરવામાં આવી છે.

- text