મોરબીનાં પાટીદાર ભામાશા ગોવિંદભાઈ વરમોરાએ પરિવાર સાથે કર્યું મતદાન

- text


મોરબી :: આજે લોકસભાની ચૂંટણી માટે મતદાન કરવા માટે મોરબી શહેર અને જિલ્લામાં અનેક બૂથો પર મતદાતાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગરીબ-તવંગર સૌ કોઇ લોકશાહીનાં રંગે રંગાયા છે. ત્યારે મોરબીનાં અગ્રણી ઉદ્યોગપતિ અને પાટીદાર ભામાશા ગોવિંદભાઈ વરમોરાએ પત્ની સાથે મતદાન કર્યું હતુ અને મોરબી જિલ્લાના નાગરિકોને અવશ્ય મતદાન કરવા અપીલ કરી હતી.

- text