પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાએ પરિવાર સાથે ચમનપર ગામે મતદાન કર્યું

- text


મોરબી : લોકસભા-2024ની ચૂંટણી માટે આજે સમગ્ર ગુજરાતમાં 25 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. મોરબી શહેરમાં સવારથી જ લોકો મતદાન કરવા ઉમંટી પડ્યા છે. ઉદ્યોગપતિઓ અને રાજકીય આગેવાનો પણ મતદાન કરવા તેમના મતદાન મથકો પર પરિવાર સાથે પહોંચ્યા છે.

- text

ત્યારે ગુજરાત સરકારનાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાએ આજે પોતાના વતન ચમનપર ગામે પત્ની સુશીલાબેન મેરજા સાથે મતદાન કર્યું હતુ અને સૌને મતદાન કરવા અપીલ કરી હતી.

- text