Morbi: દિવ્યાંગો અને સિનિયર સિટીઝન મતદારો માટે વાહનની વ્યવસ્થા કરાઇ; તકલીફ હોય તો આ નંબર કોલ કરો

- text


Morbi: મોરબી જિલ્લામાં આજે લોકસભા ચૂંટણીનું મતદાન ઉત્સાહભેર થઈ રહ્યું છે. ત્યારે મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પણ વધુને વધુ મતદાન થાય તે માટેના પ્રયાસો હાથ ધર્યા છે. આ માટે દિવ્યાંગો અને સિનિયર સિટીઝનોને મતદાન મથક સુધી પહોંચાડવા માટે વાહનની વ્યવસ્થા પણ ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી છે.
મોરબી જિલ્લા સમાજ સુરક્ષા વિભાગના અધિકારી વૈશાલીબેન જોષીએ મોરબી અપડેટને જણાવ્યું હતું કે, દિવ્યાંગો અને સિનિયર સિટીઝન મતદારોને મતદાન મથક સુધી લાવવા માટે મોરબી જિલ્લામાં કુલ 18 વાન અને 18 વ્હીલચેર મૂકવામાં આવી છે.

સમાજ સુરક્ષા વિભાગના વિપુલભાઈ શેરશિયાએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, દિવ્યાંગો અને સિનિયર સિટીઝનો આ વાહનની વ્યવસ્થાનો લાભ લઈ શકે છે. આ માટે અગાઉથી સક્ષમ એપ પર નોંધણી કરાવી શકાય છે અથવા જે તે વિસ્તારને BLOનો સંપર્ક કરી શકે છે. ત્યારબાદ ચૂંટણી તંત્ર દ્વારા દિવ્યાંગ અને સિનિયર સિટીઝન મતદારોને આ વાહન ઘરેથી લઈને મતદાન મથક સુધી લાવે છે અને મતદાન પૂર્ણ થઈ ગયા બાદ ઘરે પણ મૂકી જાય છે.

- text

કોઈપણ મદદ માટે મોરબી માળિયા વિધાનસભા વિસ્તારમાં આસિસ્ટન્ટ નોડલ ઓફિસર રંજનબેન મકવાણા- 95120 85444, વાંકાનેર વિધાનસભા વિસ્તારના આસિસ્ટન્ટ નોડલ ઓફિસર વિપુલભાઈ શેરશિયા- 94275 12836 અને ટંકારા વિધાનસભા મતવિસ્તારના આસિસ્ટન્ટ નોડલ ઓફિસર મિલનભાઈ પંડિત- 99132 37500 પર સંપર્ક કરવા જણાવ્યું છે.

- text