મોરબીમાં વર્ષ 2014માં 57.82 ટકા અને 2019માં 63.26 ટકા મતદાન થયું હતું

- text


આ વખતે કેટલું મતદાન થાય છે તેના પર સૌની નજર

મોરબી : મોરબી જિલ્લામાં શહેરી વિસ્તારોની તુલનાએ ગ્રામ્ય મતદારો વધુ જાગૃત બની પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા હોવાનું ગત ચૂંટણીની મતદાનની ટકાવારી દર્શાવી રહી છે. વર્ષ 2014 અને વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં મોરબી વિધાનસભા મતક્ષેત્રની તુલનાએ વાંકાનેર અને ટંકારા વિધાનસભા મત વિસ્તારમાં પ્રમાણમાં 5થી 8 ટકા જેટલું વધુ મતદાન થયું હોવાનું ગત ચૂંટણીઓના આંકડા પરથી કહી શકાય. મોરબી જિલ્લામાં 2019માં સરેરાશ 64 થી 65 ટકા મતદાન નોંધાયું હતું. ત્યારે આ વખતે મોરબી જિલ્લામાં મતદાન કેટલું નોંધાય છે તેના પર સૌની નજર મંડાયેલી છે.

મોરબી જિલ્લો રાજકોટ, કચ્છ, સુરેન્દ્રનગર અને જામનગર લોકસભા વિસ્તારથી જોડાયેલ છે. આજે 7 તારીખે મતદાન થઈ રહ્યું છે ત્યારે પાછળની બે લોકસભાની ચૂંટણીના મતદાનના ટકાવારીના આંકડાઓ પર નજર કરીએ તો વર્ષ 2014માં મોરબી વિધાનસભા બેઠકમાં નોંધાયેલ 123868 પુરુષ અને 111484 મહિલા મતદાર સહિત કુલ 235352 મતદાર નોંધાયેલ હતા જે પૈકી 77086 પુરુષ અને 58989 મહિલા મળી કુલ 136075 મતદારો પોતાના મતધિકારનો ઉપયોગ કરતા 57.82 મતદાન થયું હતું. જયારે 2019માં મોરબી વિધાનસભા બેઠકમાં કુલ 167719 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા 63.26 ટકા મતદાન થયું હતું.

- text

જયારે ટંકારા વિધાનસભા મતક્ષેત્રમાં વર્ષ 2014માં નોંધાયેલ 208855 પૈકી 136767 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા 65.48 મતદાન થયું હતું જેની સામે વર્ષ 2019માં 231652 કુલ મતદાર પૈકી 156698 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી 67.64 ટકા મતદાન કર્યું હતું. એ જ રીતે વાંકાનેર વિધાનસભા મતક્ષેત્રના આંકડા જોઈએ તો વર્ષ 2014માં વાંકાનેર મતક્ષેત્રમાં નોંધાયેલ કુલ 220251કુલ મતદાર પૈકી 1,41,301 મતદારોએ મતદાન કરતા 64.15 ટકા મતદાન થયું હતું જયારે વર્ષ 2019માં 2,54,447 કુલ મતદાર પૈકી 1,68,159 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા 66.09 ટકા મતદાન થયું હતું.

મતદાનની ટકાવારી વર્ષ 2014
મોરબી – 57.82
ટંકારા – 65.48
વાંકાનેર – 64.15
મતદાનની ટકાવારી વર્ષ 2019
મોરબી – 63.26
ટંકારા – 67.64
વાંકાનેર – 66.09

- text