ટ્રેકટર ઘટકમાં સહાય મેળવવા અરજી કરેલ ખેડૂતો જોગ

- text


મોરબી : મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારી ડૉ. વી.કે.ચૌહાણ દ્વારા જણાવાયું છે કે, ખેતીવાડી ખાતાની AGR-૫૦ યોજનામાં ટ્રેકટર ઘટક વર્ષ-૨૦૨૧-૨૨ અંતર્ગત જે ખેડૂતોએ ઓનલાઇન અરજી કરેલ છે તેમણે ઓનલાઈન અરજી કર્યા પછીની તારીખમાં માન્ય કંપનીનું માન્ય ટ્રેક્ટર મોડલ ખરીદી કરી શકશે. આ યોજનાનો લાભ જે તે નાણાંકીય વર્ષમાં ફક્ત પૂર્વ મંજૂરી મેળનાર ખેડૂતને જ મળી શકશે. જેની સર્વે ખેડૂતોને નોંધ લેવા વિનંતી છે.

- text