ભાજપની પેનલ દ્વારા વોર્ડ નંબર-4ના તમામ જાગૃત મતદારોને વધુમાં વધુ મતદાન કરવા કરાઈ અપીલ

- text


તમામ સમાજને સાથે લઈને ચાલતા મનુકાકા (મનસુખભાઈ બરાસરા) ની પેનલનો જયજયકાર : વોર્ડ નંબર-4માં લોકો કમળને સોળે કળાએ ખીલવશે
મને વિશ્વાસ છે વોર્ડ નંબર 4ની જનતા વિકાસ માટે જીંગી મતદાન કરશે : મનુકાકા

મોરબી : મોરબી નગરપાલિકાનો ચૂંટણી માહોલ બરાબરનો જામ્યો છે ત્યારે સામાકાંઠા વિસ્તારમાં વોર્ડ નંબર-4માં અત્યારથી જ કેસરિયા માહોલ છવાયો છે અને આ વિસ્તારના જાગૃત અને ઉચ્ચ શિક્ષિત મનુકાકા એટલે કે મનુભાઈ મોહનભાઇ બરાસરાની પેનલનો ચોતરફથી જયજયકાર થઇ રહ્યો હોય વોર્ડ નંબર-4માં ભારતીય જનતા પાર્ટીનું કમલ સોળે કળાએ ખીલે તેવો માહોલ જોવા મળી રહ્યો છે આ સંજોગોમાં ભાજપની પેનલ દ્વારા લોકોને હૃદયપૂર્વક અપીલ કરી આ વિસ્તાર અને મોરબીના વિકાસ માટે ભાજપને મત આપવા અપીલ કરી છે.

મોરબી નગરપાલિકાના 13 વોર્ડની 52 બેઠકો માટે આવતીકાલે સવારે 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થનાર છે ત્યારે વોર્ડ નંબર-4માં મતદારોમાં મતદાનને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે વોર્ડ નંબર-4માં ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્થાનિક અને ઉચ્ચ શિક્ષિત પ્રજાપતિ પરિવારના મનુકાકા એટલે કે મનુભાઈ મોહનભાઇ બરાસરા, ક્ષત્રિય રાજપૂત સમાજના ગિરિરાજસિંહ સુખુભા ઝાલા, પૂર્વ કાઉન્સિલર સુરેશભાઈ સિરોહિયાના ધર્મપત્ની જસવંતીબેન સિરોહિયા, અને સમાજ સેવક તેમજ પૂર્વ કાઉન્સિલર ગૌતમભાઈ સોલંકીના ધર્મપત્ની મનીષાબેન ગૌતમભાઈ સોલંકીને પ્રજાની સેવા માટે ટિકિટ આપી હોવાથી સ્થાનિક મતદારોને પોતાના જ ઉમેદવાર ચૂંટી કાઢવા મોકો મળતા લોકો લોકશાહીના મહાપર્વને ઉજવવા અધીરા બન્યા છે.

મોરબી નગરપાલિકાના વોર્ડ નંબર 4માં નટરાજ ફાટકથી લઈ હાઉસિંગ બોર્ડ, એલ.ઇ.કવાટર્સ, ન્યુ પેલેસ કવાટર્સ, મહાપ્રભુજી બેઠક, નિત્યાનંદ, પાવનપાર્ક, રચના સોસાયટી, કર્મચારી સોસાયટી, વરિયાનગર, સો ઓરડી, ચામુંડાનગર, રામદેવપીર મંદિર વિસ્તાર, પરશુરામ પોટરી સહિતના વિસ્તારો આવતા હોય આ તમામ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનુકાકા અને તેમની પેનલ દ્વારા તમામ મતદારોનો રૂબરૂ સંપર્ક કરી પરિવારના સભ્યની જેમ ધરોબો કેળવ્યો હોય મતદારોનો જુસ્સો બેવડાયો છે અને ચૂંટણીમાં ભાજપ તરફી મતદાનનો વિશ્વાસ આપી મતદારોએ જીતનું વચન આપતા વોર્ડ નંબર-4માં કમળ સોળે કળાએ ખીલશે તેવો વિશ્વાસ ભાજપના સમર્પિત ઉમેદવારોએ વ્યક્ત કર્યો છે.

ભાજપની પેનલ વતી ઉમેદવાર મનુકાકાએ વોર્ડ નંબર 4 ના તમામ જાગૃત મતદારોને અપીલ કરી છે કે તેઓ પરિવાર સાથે વધુમાં મતદાન કરે. આપ જેને પણ મત આપવા માંગતા હોય એને મત આપો પણ આ મતદાન પ્રક્રિયામાં ભાગ લઈને દરેક મતદાર ઉત્સાહપૂર્વક મતદાન જરૂરથી કરે તેવી નમ્ર અપીલ છે.

- text

- text