મોરબી તાલુકા પંચાયતની ખાખરાળાં બેઠક ઉપર કમળ સોળે કળાએ ખીલશે

- text


ભાજપના લોકલાડીલા ઉમેદવાર દેવજીભાઈ (ભુપતભાઇ) સવસેટાને મતદારોનું જંગી જનસમર્થન

મોરબી : મોરબી તાલુકા પંચાયતની ખાખરાળાં બેઠક ઉપર ભાજપના લોકલાડીલા ઉમેદવાર દેવજીભાઈ (ભુપતભાઇ) સવસેટાને મતદારોનું જંગી જનસમર્થન મળી રહ્યું છે, મતદાન આડે હવે ગણતરીની કલાકો જ બાકી છે ત્યારે ખાખરાળાં બેઠક હેઠળ આવતા ખેવાળીયા,માનસર,વનાળીયા અને નારણકા ગામમાં પોતાના ઘરે શુભપ્રસંગ આવ્યો હોય તેવા અહેસાસ સાથે મતદારો લોકશાહીના મહાપર્વ ઉજવવા અનેરો થનગનાટ અનુભવી રહ્યા છે સાથે – સાથે ગામ,રાજ્ય અને દેશના વિકાસ માટે ભાજપને મજબૂત બનાવવા દેવજીભાઈની જીત માટે દરેક મતદાર મતદાન કરશે તેવો સંકલ્પ પણ કરી રહ્યા છે.

મોરબી તાલુકા પંચાયતમાં કોંગ્રેસના કઢંગા વહીવટના પાપે ગ્રામ્ય પ્રજાજનોના રોડ-રસ્તા, ભૂગર્ભ ગટર,પીવાના પાણી, માઇનોર કેનાલ સહિતના કામો થયા ન હોય લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આ ચૂંટણીમાં કોંગ્રેસને જાકારો આપી ભારતીય જનતા પાર્ટીના જાગૃત અને સ્વચ્છ પ્રતિભા ધરાવતા લોકલાડીલા ઉમેદવાર દેવજીભાઈ (ભુપતભાઇ) સવસેટાને જંગી બહુમતીથી ચૂંટી કાઢવા ખાખરાળાં ઉપરાંત આ બેઠક હેઠળ આવતા ખેવાળીયા,માનસર,વનાળીયા અને નારણકા ગામના લોકોએ સ્વયભૂ નીર્ધાર કરતા આ વખતે ખાખરાળાં બેઠક ઉપર ભાજપની જીત નિશ્ચિત મનાઈ રહી છે.

ખાખરાળાં બેઠક ઉપરથી ચૂંટણી લડી રહેલા દેવજીભાઈ (ભુપતભાઇ) સવસેટા લોકસેવા માટે હંમેશા રાતદિવસ જોયા વગર પ્રજાજનોના કામ કરી રહ્યા છે ત્યારે તેઓએ મતદારોને જણાવ્યું હતું કે ભાજપને મત એટલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મત, આજે દેશ,રાજ્યમાં વિકાસની આગેકૂચ જારી છે ત્યારે જિલ્લા અને તાલુકા મથકેથી લઈ ગામડે-ગામડે વિકાસ માટે ભારતીય જનતા પાર્ટી કટિબદ્ધ છે,આજે ગામડાના ખેડૂતને કિશાન સૂર્યોદય યોજના હેઠળ રાત ઉજાગરા બંધ થયા છે ત્યારે આવનાર દિવસોમાં હજુ પણ સુશાસનની અનેક યોજનાઓ થકી ગ્રામ્ય વિસ્તારનો વિકાસ કરાશે.

ભાજપના લોકલાડીલા ઉમેદવાર દેવજીભાઈ (ભુપતભાઇ) સવસેટાની જીત માટે ભારતીય જનતા પાર્ટીના સહકારી ક્ષેત્રના અગ્રણી અને મોરબી માર્કેટિંગ યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવિયા, ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જિલ્લા ભાજપ અધ્યક્ષ દુર્લભજીભાઈ દેથરીયા, તાલુકા ભાજપ અધ્યક્ષ અરવિંદભાઈ વાંસદળિયા,જેન્તીભાઇ પડસુમ્બિયા, ખાખરાળાં ગામના સરપંચ કમલેશભાઈ વડાવિયા,ખેવાળીયા ગામના માજી સરપંચ પરસોતમભાઇ, માવજીભાઈ મંત્રી, લક્ષમણભાઇ શેરસીયા, વનાળિયાં ગામના રસિકભાઈ ગામી, વલ્લભભાઈ વિલપરા, ચતુરભાઈ ગામી, સીદીકભાઈ સુમરા, નારણકા ગામના નારણભાઇ ભીખાભાઇ મેરજા, માનસર ગામના ગોકળભાઇ પટેલ, તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય હિંમતભાઇ તથા કારૂભાઇ રબારી સહિતના અગ્રણીઓ અને નામી અનામી કાર્યકર્તાઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે અને મતદારો દ્વારા પણ સ્વયંભૂ સમર્થન જાહેર કરી ભાજપને જીત માટે વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

- text

- text