મોરબી જિલ્લા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા નિબંધ સ્પર્ધાનું આયોજન

- text


મોરબી : અખિલ ભારતીય યોજના મુજબ ભારતમાં આ વર્ષે ત્રણ ગતિવિધિ : કુટુંબ પ્રબોધન, સામાજીક સમરસતા અને પર્યાવરણ સંરક્ષણની બાબતોમાં સ્વયંસેવકો અને સમાજના બુદ્ધિજીવીઓમાં જાગૃતિ આવે અને આ બાબતે સમાજ માહિતગાર થાય એ હેતુથી પ્રાંતની યોજના મુજબ એક નિબંધ સ્પર્ધાનું મોરબી જિલ્લામાં આયોજન કરવામાં આવ્યું છે.

આ સ્પર્ધાનો સમયગાળો તા. 1 માર્ચથી 15 માર્ચ રહેશે. સ્પર્ધામાં વિભાગ : 1 – ધોરણ 6થી 10ના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, વિભાગ : 2 – ધોરણ 11થી અનુસ્નાતક સુધીના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો અને વિભાગ : 3 – સમાજના ભાઈઓ અને બહેનો માટે રહેશે. આ સ્પર્ધામાં વિજેતાઓને રોકડ પુરસ્કાર આપવામાં આવશે. આ સ્પર્ધામાં સમાજના દરેક વર્ગના લોકો ભાગ લે તેવો આયોજકોનો આશય છે. સામાજિક જાગૃતિ આવે અને તેના માટેના સૂચન સુચારુ રૂપે રજૂ થાય તે ઇચ્છનીય છે. અને સ્પર્ધા મોરબી જિલ્લા પૂરતી છે. વધુ વિગત માટે મોરબી જિલ્લા સંયોજક અલ્પેશ ગાંધીનો મો. 98984 48974 પર સંપર્ક કરી શકાશે. તેમ યાદીમાં જણાવાયું છે.

- text

- text