મોરબી : ગાંભવા પરિવાર દ્વારા પુંસવન સંસ્કાર માટે યજ્ઞ કરાયો

- text


મોરબી : મોરબીના શકત શનાળામાં આવેલ શ્રી સરસ્વતી શિશુમંદિરના પ્રાંગણમાં તરુણભાઈ ગાંભવા અને રીનાબહેન ગાંભવાના પરિવાર દ્વારા પુંસવન સંસ્કાર કરવામાં આવ્યો હતો. જેની શરૂઆતમાં યજ્ઞ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ભારતમાતાના મંદિરમાં ઔષધિય નશ્ય કરવામાં આવ્યું હતો. સૌએ બાવન શક્તિપીઠ તથા ભારતમાતા મંદિરમાં દર્શન કરી ગૌમાતા તથા વડીલોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા અને પ્રસાદ વિતરણ કરી શ્રેષ્ઠ સંતાનનું આહવાન કરી અધ્યાત્મિક અનુભવ પ્રાપ્ત કર્યો હતો.

ઉલ્લ્લેખનીય છે કે આ સંસ્કાર કરવાથી ગર્ભ સ્થિર થાય છે. ગર્ભસ્થના શરીર અને મનનું શુદ્ધિકરણ થાય છે. માતાના વિચારોના પ્રભાવથી ગર્ભ પવિત્ર બને છે. આ સંસ્કારમાં ઔષધિ તરીકે વડની કોમળ વડવાઈ, પીપળાના કુમળા પાન, લીમડાના પાન, તુલસીના પાન વગેરે વપરાય છે. તેમ યાદીમાં જણાવાયું છે.

- text

- text