મોરબીના ઘૂટું ગામ પાસે ટ્રેકટર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં યુવાનનું મોત

- text


બાઇકમાં બેઠેલા બે અન્ય યુવાનોને ગંભીર ઇજા થવાથી વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા

મોરબી : મોરબીના ઘુટું ગામ પાસે ગત રાત્રે ટ્રેકટર અને ત્રિપલ સવાર બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક યુવાનનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે બાઇકમાં બેઠેલા બે અન્ય યુવાનોને ગંભીર ઇજા થવાથી વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા છે.

આ અકસ્માતના બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના આંદરણા ગામે રહેતા જયકુમાર મનોજકુમાર દંતલિયા (ઉ.વ.19), કિશન જયસુખભાઈ દેસાઈ, પાર્થ હર્ષદભાઈ સંઘાણી નામના ત્રણ યુવાન મિત્રો ગતરાત્રે ત્રિપલ સવાર બાઇકમાં મોરબીથી આંદરણા ગામે જઈ રહ્યા હતા. ત્યારે મોરબીના ઘુટું ગામ નજીક ઇટોના ભઠ્ઠા પાસે પુરપાટ ઝડપે આવતા ટ્રેકટર ચાલકે આ ત્રિપલ સવાર બાઇકને હડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં ગંભીર ઇજા થવાથી જયકુમાર મનોજકુમાર દંતલિયા (ઉ.વ.19)નું મોત નીપજ્યું હતું. જ્યારે તેની સાથે બાઇકમાં રહેલા કિશન જયસુખભાઈ દેસાઈ, પાર્થ હર્ષદભાઈ સંઘાણીને ઇજા થવાથી વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતા. તાલુકા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

- text

- text