હળવદમાં વિહિપ દ્વારા રોહિદાસ મહારાજની જન્મજયંતિની ભાવપૂર્વક ઉજવણી કરાઈ

- text


રામમંદિર માટે હળવદ તાલુકાની કુલ સમર્પણ નિધિ ૬૭,૯૦,૭૫૧ એકત્ર થઈ

હળવદ : હળવદ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સંત રોહિદાસ મહારાજ ની ૬૪૪મી જન્મજયંતિની હળવદના ગ્રામ દેવ લક્ષ્મીનારાયણ મંદિર ખાતે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

છોટાકાશી હળવદનું ઐતિહાસિક ધર્મ સ્થાન અને ગ્રામ્ય દેવતાના મંદિર એવા શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે સંત રોહિદાસ મહારાજની ૬૪૪મી જન્મજયંતીની વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળ દ્વારા ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમના અધ્યક્ષ પદે લવજીભાઈ પરમાર અને લક્ષ્મીનારાયણ મંદિરના દીપકદાસ મહારાજ અને વિશ્વ હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંત સામાજિક સમરસતાના પ્રમુખ રામનારાયણભાઈ દવે એ પ્રસંગોચિત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને લવજીભાઈ પરમારે રોહિદાસ મહારાજની મહિમા વર્ણવી હતી. આ કાર્યક્રમમાં સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પડ્યું હતું.

આ કાર્યક્રમમાં સર્વ સમાજના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અને આજ રોજ શ્રી રામ જન્મભૂમિ નિધિ સમર્પણ મહાઅભિયાનના સમાપ્તિ દિવસે અરવિંદભાઈ પટેલ દ્વારા હળવદ તાલુકાની કુલ સમર્પણ નિધિ જાહેર કરાઈ હતી. જેમાં હળવદના ગામડે-ગામડે અને શેરીએ-શેરીએથી રામભક્ત પરિવારોએ શ્રી રામમંદિરના નિર્માણ હેતુ હૃદયના ભાવથી સમર્પણ કર્યું હતું. જેમાં હળવદ તાલુકાની કુલ સમર્પણ નિધિ ૬૭,૯૦,૭૫૧ /- એકત્ર થઈ હતી. ત્યારે આ કાર્યમાં સહયોગીઓનો પણ આ તકે આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.

- text

- text