મોરબી નજીકથી બ્લેક જેગુઆર રમ અને વ્હીસ્કીના પાઉચ સાથે એક ઝડપાયો

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસે રાજપર ગામની સીમમાંથી વનરાજભાઇ સેરશીયાની વાડીમાં રહેતા પ્રેમસિંહ લાડુસિંહ પૌવાર (ઉ.વ.૬૫, ધંધો-મજુરી,મુળ રહે. રાજવા, બીલીયાવાસ, રાજસમંદ, રાજસ્થાન) વાળાને બ્લેક જેગુઆર XXX રમ ફોર સેલ ઇન રાજસ્થાન ઓનલી લખેલ ૭૫૦ મી.લી કાચની કંપની શીલપેક વિદેશીદારૂની બોટલ નંગ-૨૧ કિં.રૂ.૬,૩૦૦/- તથા ભારતીય બનાવટના રોયલ કલાસીક વ્હીસ્કી ફોર સેલ ઇન રાજસ્થાન ઓનલી લખેલ ૧૮૦ મી.લી. ના કાગળના કંપની શીલપેક પાઉચ નંગ-૪૦ કિં.રૂ.૪,૦૦૦ મળી કુલ રૂ.૧૦,૩૦૦ના મુદામાલ સાથે ઝડપી લઇ પ્રોહિબિશન એક્ટની કલમો મુજબ ગુન્હો નોંધ્યો છે.

- text

- text