જિલ્લા પંચાયતની જેતપર સીટ ઉપર લોકો ભાજપના કામ જોઈ મત આપશે : અજય લોરીયા

- text


જેતપર બેઠક હેઠળ આવતા 28 ગામોમાં પાટીદાર, ક્ષત્રિય, અનુસૂચિત જાતિ સમાજ અને ઠાકોર સમાજના મતદારોનો ભાજપને સાથ આપવાનો સંકલ્પ : સિરામિક ઉદ્યોગપતિઓના સાથ સહકાર સાથે પીલુડી ગામે પ્રચારની પુર્ણાહુતી

મોરબી : મોરબી જિલ્લા પંચાયતના ચૂંટણીજંગમાં જેતપર બેઠક ઉપરથી ભારતીય જનતા પાર્ટી દ્વારા સમાજ સેવાના ભેખધારી અને દેશભક્તિના રંગે રંગાયેલા યુવા ઉદ્યોગપતિ અજયભાઈ લોરીયાને મેદાને ઉતારતા જ આ બેઠકનું ચિત્ર બદલાઈ ગયું છે, આજે પ્રચાર પડઘમ શાંત થતા પૂર્વે ભાજપના ઉમેદવાર અજયભાઈ લોરીયાએ જેતપર બેઠક હેઠળ આવતા તમામ 28 ગામોમાં જનજન સુધી પહોંચવામાં સફળ રહ્યા છે અને તેઓએ ખુલ્લા મને કહ્યું હતું કે લોકો મને નહિ પરંતુ ભાજપના કામ જોઈ મત આપશે સાથે જ તેઓએ પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

મોરબી જિલ્લા પંચાયતની જેતપર બેઠક ભાજપનો ગઢ ગણવામાં આવે છે,પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના વતન એવા જેતપર પંથકમાં મતદારો હમેશા ભાજપને જીત આપાવે છે ત્યારે જિલ્લા પંચાયતની આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશભક્તિના રંગે રંગાયેલા અને કુદરતી આપદા સમયે 108ની જેમ દોડી સમાજના છેવાડાના ગરીબ માણસ સુધી સીધી જ સહાય પહોંચાડતા યુવા ઉદ્યોગપતિ અજયભાઈ લોરીયાને જેતપર બેઠક ઉપર ટીકીટ ફાળવતા આ વિસ્તારના મતદારોએ અજયભાઈને ઉમળકાભેર આવકારી લીધા છે.

જેતપર જિલ્લા પંચાયત બેઠક ઉપરથી ઉમેદવારી નોંધાવ્યા બાદ અજયભાઈ લોરીયા દ્વારા છેલ્લા દસ દિવસમાં પોતાના મતવિસ્તાર હેઠળ આવતા વાઘપર, પીલુડી,ગાળા, જુના નાગડવાસ, નવા નાગડવાસ, રાપર, સાપર, લક્ષ્મીનગર, ભરતનગર સહિતના તમામ 28 ગામોમાં જનસંપર્કયાત્રા યોજી હતી અને તમામ મતદારોને મળી જીવંત લોકપ્રચાર કરતા મતદારોએ પણ તેઓને સહર્ષ આવકારી હૃદયપૂર્વક જીતનું વચન આપ્યું હતું.

ભાજપના ઉમેદવાર અજયભાઈ લોરીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા દસ વર્ષથી જેતપર વિસ્તારમાં લોકોના કામો માટે દિવસ-રાત કે તડકો છાયો જોયા નથી ઉપરાંત આ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલા કામોને ધ્યાને લઇ લોકો વિકાસને મત આપશે અને મને વિજયી બનાવશે તેવું વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું.

- text

અજયભાઈ લોરીયાએ પીલુડી ગામે મોટા હનુમાનજીના મંદિરે દર્શન કરી ચૂંટણી પ્રચારયાત્રાનો પ્રારંભ કરેલ અને બાઇક રેલી, પદયાત્રા કરી મતદારોનો સંપર્ક કર્યો હતો અને શુક્રવારે પ્રચારકાર્યના છેલ્લા દિવસે મોટા હનુમાનજીના દર્શન કરી પ્રચારયાત્રાની પુર્ણાહુતી કરી હતી. અજયભાઈ લોરીયાના ચૂંટણી પ્રચાર દરમિયાન ઉદ્યોગપતિ વિનુભાઈ કડીવાર (રામેસ્ટ ગૃપ), મુકેશભાઈ કુંડારીયા (સેગમ), સતીષભાઈ બોપલીયા (777 ગૃપ) સહિતના સતત સાથે રહ્યા હતા.

- text