મોરબી જિલ્લામાં સોમવારથી સાત સ્થળે સિનિયર સિટીઝનનો અપાશે કોરાના રસી

- text


 

માળીયા, હળવદ,વાંકાનેર, ટંકારા અને મોરબીના દરેક સેન્ટરમાં 100-100 લોકોને અપાશે વેકસીન

મોરબી : મોરબી જિલ્લામાં આગામી 1 માર્ચથી 60વર્ષથી વધુ ઉમરના સિનિયર સિટીઝનનોને કોરાના વેકસીન આપશે, આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ માટે કુલ સાત સ્થળ નક્કી કરાયા છે જ્યાં અગાઉથી જેમને જાણ કરવામાં આવી હશે તેવા 100-100 નાગરિકોને વેકસીનના ડોઝ અપાશે.

તા.1માર્ચથી શરૂ થઈ રહેલ કોરોના રસીકરણ ઝુંબેશ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કતીરાએ જણાવ્યું હતું કે, ટંકારા તાલુકામાં પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર લજાઈ, માળીયા તાલુકામાં પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર સરવડ, વાંકાનેર તાલુકામાં સબ ડીસ્ટ્રીકટ હોસ્પીટલ વાંકાનેર, હળવદ તાલુકામાં સબ ડીસ્ટ્રીકટ હોસ્પીટલ હળવદ તેમજ મોરબી તાલુકામાં જનરલ હોસ્પીટલ મોરબી તથા આયુષ હોસ્પીટલ મોરબી તેમજ ક્રિષ્ના હોસ્પીટલ મોરબી ખાતે 60 વર્ષથી ઉપરના જાહેર જનતા માટે કોરોના વેકસીનનો શુભારંભ કરવામાં આવશે.

- text

કોરોના વેકસીનેશન ઝુંબેશના શુભારંભમા ઉપરનાં સાત સેન્ટર ખાતે અગાઉથી જાણ કરેલ 100-100 લોકોને કોરોના વેકશીન આપવામાં આવશે. આ બાબતે વધુ માહિતી માટે નજીકના આરોગ્ય કેન્દ્ર ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text