મોરબી જિલ્લો : બપોરે 3 વાગ્યા સુધીમાં 47.94 ટકા મતદાન

- text


મોરબી વિધાન સભામાં 44.29 ટકા, વાંકાનેર વિધાનસભામાં 48.62 અને ટંકારા વિધાનસભા વિસ્તારમાં 51.39 ટકા મતદાન નોંધાયું

મોરબી : મોરબી જિલ્લામાં શાંતિપૂર્ણ અને ઉત્સાહજનક વાતાવરણમાં મતદાન થઈ રહ્યું છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મતદાનનો ઉત્સાહ દેખાય રહ્યો છે. મતદાનની ટકાવારીની વાત કરીએ તો સવારે 7 થી બપોરે 3 વાગ્યા સુધીમાં સરેરાશ મતદાનની ટકાવારીનાં આંકડા જોઈએ તો મોરબી વિધાન સભામાં 44.29 ટકા, વાંકાનેર વિધાનસભામાં 48.62 અને ટંકારા વિધાનસભા વિસ્તારમાં 51.39 ટકા મતદાન નોંધાયું હતું. આ ત્રણેય બેઠકનું થઈને મોરબી જિલ્લાનું સરેરાશ મતદાન બપોરે 1 વાગ્યા સુધીમાં 47.94 ટકા જેટલું મતદાન થાય છે.

- text

- text