Morbi: લોકશાહીનું મહત્વ સમજતો યુવાન લંડનથી મોરબી મતદાન કરવા આવ્યો

- text


Morbi: જે વ્યક્તિ લોકશાહીનું મહત્વ સમજે છે તેનાં માટે બે દેશો વચ્ચેનું અંતર અંતરાય બનતું નથી. ઇંગ્લેન્ડનાં લંડન શહેરમાં રહેતો મોરબીનો યુવાન છેક લંડનથી મોરબી આવ્યો હતો અને આજે મતદાન કર્યુ હતું.સુત્રોનાં જણાવ્યા અનુસાર, લંડનની luxsh tech નામની કંપનીમાં આઇટી વિભાગમાં કામ કરતા અમિત સાણંદિયા ભારતની લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવા માટે મોરબી આવ્યા અને આજે મતદાન કર્યુ હતું.

- text

અમિત છેલ્લા બે વર્ષથી લંડનની કંપનીમાં નોકરી કરે છે. લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા લંડનથી મુંબઈ અને મુંબઈથી રાજકોટ એરપોર્ટ પહોંચી કાર મારફતે મોરબી આવી મતદાન કર્યું હતું.અમિત સાણંદિયાએ જણાવ્યું હતું કે, આજે હું લંડનથી મતદાન કરવા આવ્યો છું. એક ભારતીય તરીકે આ આપણી ફરજ છે. તેથી બધાએ મતદાન કરવું જોઈએ. મતદાન થકી જ આપણે આપણું ભવિષ્ય પસંદ કરી શકીએ છીએ. મારા ભાઈએ મને 7 મે ના રોજ મતદાન કરવા આવવાનું કહેતા જ મેં ટિકિટ બુક કરાવીને આવી ગયો હતો. એરપોર્ટથી સીધો જ મતદાન કરવા આવ્યો છું.

- text