Morbi: કાળઝાળ ગરમી વચ્ચે લાસન્સ ક્લબનાં સરબતે મતદારોને ઠંડક આપી 

- text


 

Morbi: આજે મોરબી શહેરમાં ગરમીનો પારો 40 ડિગ્રી સેલ્સિયલને પાર કરી ગયો હતો. આ કાળઝાળ ગરમીમાં પણ લોકોએ મતદાન કરા ઉત્સાહ દર્શાવ્યો હતો અને મતદાન કરવા ગયા હતા.

આ ગરમીનાં માહોલમાં લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વારા વિનામૂલ્યે લીંબુ- વરિયાળી સરબતનું મોટા પાયે વિતરણ કરવામાં આવ્યુ હતુ અને મતદારોને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.

આ પ્રોજેકટને સફળ બનાવવા લાયન્સ ઈન્ટરનેશનલ સૌરાષ્ટ્ર કચ્છનાં પ્રથમ વાઈશ ડિસ્ટ્રિક્ટ ગવર્નર રમેશભાઈ રૂપાલા, લાયન્સ કલબ ઓફ મોરબી સિટીનાં પ્રમુખ કેશુભાઈ દેત્રોજા, લા.મણીભાઈ કાવર લા.અમૃતલાલ સુરાણી,લા. અમરશીભાઈ અમૃતિયા, લા. એ.પી .કાલરીયા, લા.નાનજીભાઈ મોરડીયા તેમજ સર્વે લાઈન્સ સભ્યો તથા બાજુની સોસાયટીના સેવાભાવી સભ્યોએ પણ હાજર રહી સેવા આપી હતી. ક્લબનાં સેક્રેટરી ટી.સી. ફૂલતરિયાએ જણાવ્યુ હતુ કે, તેમના આ કાર્યથી લોકોનો ઉત્સાહ વધ્યો હતો

- text

- text